Photos: ગુજરાતમાં રહેતા હોવ અને 'ભૃગુકચ્છ'ની આ જગ્યાઓ ન જોઈ હોય તો શરમ જેવું કહેવાય! ખાસ જાણો આ સ્થળો વિશે

Gujarat tourisam : ગુજરાતના ફરવાના સ્થળોની વાત કરીએ તો એવા અનેક સ્થળો છે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ઐતિહાસિક સ્થળોની સાથે સાથે બીચ, હિલ સ્ટેશનોનો પણ ખજાનો છે. પોતાની શાનદાર ચીજો અને જગ્યાઓને કારણે ગુજરાત 'ધ લેન્ડ ઓફ લેજન્ડ્સ' ના નામથી ઓળખાય છે. 

Photos: ગુજરાતમાં રહેતા હોવ અને 'ભૃગુકચ્છ'ની આ જગ્યાઓ ન જોઈ હોય તો શરમ જેવું કહેવાય! ખાસ જાણો આ સ્થળો વિશે

Gujarat tourisam :  દેશના પશ્ચિમમાં આવેલું ગુજરાત ઐતિહાસિક અને પ્રવાસન વારસાની રીતે સમૃદ્ધ છે. ગુજરાત પોતાની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધિ, વારસા, કુદરતી સૌંદર્ય, શાનદાર મહેમાનગતિ અને સ્વાદિષ્ટ પકવાનો માટે વિશ્વપટલ પર પ્રખ્યાત છે. ગુજરાતના ફરવાના સ્થળોની વાત કરીએ તો એવા અનેક સ્થળો છે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. ભરૂચ પ્રવાસીઓ માટે ફરવાનું એક ઉત્તમ સ્થળ છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો સતત વિકાસ થતો જાય છે.

ગુજરાત 'ધ લેન્ડ ઓફ લેજન્ડ્સ' ના નામથી ઓળખાય છે

અહીં ઐતિહાસિક સ્થળોની સાથે સાથે બીચ, હિલ સ્ટેશનોનો પણ ખજાનો છે. પોતાની શાનદાર ચીજો અને જગ્યાઓને કારણે ગુજરાત 'ધ લેન્ડ ઓફ લેજન્ડ્સ' ના નામથી ઓળખાય છે. આ જગ્યાએ તમે ફરવા ન ગયા હો તો તમારી પાસે હાલમાં ઉત્તમ તક છે. દેશમાં ફરવાની બાબતમાં ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. જેને લઈને ટુરિઝમમાં ગુજરાત એ નંબર વન રાજ્ય બન્યું છે. 

નર્મદા પાર્ક
ભરૂચ ફરવાની વાત આવે ત્યારે નર્મદા પાકનું નામ જરૂર સામે આવે છે. નર્મદા નદીના કાંઠે આવેલો આ પાર્ક સ્થાનિક લોકોની સાથે સાથે રાજ્યના અન્ય ભાગના પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. લોકો પિકનિક મનાવવા આવે છે. આ પાર્કમાં હજારથી પણ વધુ પ્રકારના ફૂલ અને છોડ તમને જોવા મળશે. આ પાર્કમાં સુંદર ફૂવારો છે જે સહેલાણીઓને ખુબ આકર્ષે છે. 

No description available.

નિનાઈ વોટરફોલ
નીનાઈ વોટરફોલ એ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આવેલું ઝરણું છે. જે રાજ્યના 163 ધોરીમાર્ગ પર છે. ભરૂચ રેલવે સ્ટેશનથી 125 કિમી દૂર છે. નિનાઈ વોટરફોલ જન્નત ગણાય છે. આ ધોધની ઉંચાઈ 30 ફૂટથી વધુ છે. 

ભૃગુ ઋષિના નામ પરથી પહેલા ભૃગુકચ્છ

આજે આપણે દક્ષિણ ગુજરાતમાં આવેલા ભરૂચની આજુબાજુના ફરવા લાયક સ્થળો વિશે જાણીશું. એ પહેલા ભરૂચ વિશે પણ તમારે જાણવું ખુબ જરૂરી છે. ભરૂચ માટે એક કહેવાત પ્રખ્યાત છે. કે ભાંગ્યુ તોય ભરૂચ...આ ભરૂચનો ભવ્ય ઈતિહાસ રહેલો છે. કાશી બાદ ભરૂચ ભારતની સૌથી જૂની નગરી છે. આજનું ભરૂચ અને તે સમયનું ભૃગુકચ્છ 8 હજાર વર્ષ જૂની નગરી છે. ભરૂચની વાત કરીએ તો ભૃગુ ઋષિના નામ પરથી પહેલા ભૃગુકચ્છ (Bharugukachchh), બ્રોચ (Broach) અને ત્યારબાદ આજનું ભરૂચ નામ પડ્યું છે. આજે તમને એ ભરૂચની આજુબાજુના કેટલાક સ્થળો વિશે જણાવીશું. 

No description available.

ગોલ્ડન બ્રિજ
આ પુલ 7 ડિસેમ્બર 1877થી બનવાનો શરૂ થયો હતો અને 16 મે 1881ના રોજ બનીને તૈયાર થયો હતો. પુલ બનાવવા માટે કુલ 4565000 ખર્ચ થયો હતો. આ નર્મદા પુલ તરીકે પણ ઓળખાય છે. અંકલેશ્વર અને ભરૂચને જોડતો આ બ્રિજ તેની અદભૂત ડિઝાઈનના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. બ્રિજથી નર્મદા નદીના વહેતા પાણીને જોઈ શકાય છે. લોકો ફોટોગ્રાફી કરવા ત્યાં પહોંચે છે. 

No description available.

કડિયા ડુંગરની ગુફાઓ
કડિયા ડુંગર ભરૂચ જિલ્લાના ઝઘડિયા  તાલુકાના ઝાઝપોર ગામ નજીક આવેલો એક નાનકડો ડુંગર છે. પથ્થર વડે બનેલા આ ડુંગર ખાતે પ્રાચીન ગુફાઓ છે. સ્થાપત્ય વિહાર શૈલીનું છે. અહીં સિંહ સ્તંભ પણ છે. આ સ્થળ પર ઈંટનો સ્તૂપ પર્વતની નીચેના ભાગે છે. એવું કહેવાય છેકે આ ગુફાઓનો સંબંધ પાંડવો સાથે પણ છે. પહાડીની ચોટી પર હોવાના કારણે કડિયા ડુંગરની ગુફાઓ પર્યટકો માટે ખાસ ગણાય છે. કડિયા ડુંગરની ગુફાઓ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ  કરવું પડે છે. 

No description available.

ફરવા માટે અન્ય જગ્યાઓ
ભરૂચમાં ફરવા માટે અન્ય એવી અનેક સારી જગ્યાઓ છે જેમ કે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ભૃગુ ઋષિ આશ્રમ, શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર, નર્મદા નદી અને ભરૂચ ફોર્ટ પણ એક્સપ્લોર કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news