આજથી ગુજરાતમાં થશે ભારતના સૌથી મોટા બિઝનેસ સેન્ટરનો પ્રારંભ

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના જે પ્રયાસો કર્યા તેના ફળદાયી પરિપાક રૂપે જાપાન ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. 

આજથી ગુજરાતમાં થશે ભારતના સૌથી મોટા બિઝનેસ સેન્ટરનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાતમાં આજે ગુરૂવારથી જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ થશે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના જે પ્રયાસો કર્યા તેના ફળદાયી પરિપાક રૂપે જાપાન ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. 

જાપાનના ૮૦ જેટલા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતાં જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સંસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટ્રોના ચેરમેન અને સી.ઇ.ઓ. હિરોયુકિ ઇશીગે અને મુંબઇ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલની ઉપસ્થિતિમાં આ બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે. 

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, સપ્ટેમ્બર ર૦૧૭માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો એબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા. અમદાવાદમાં કાર્યરત થનારૂં આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news