Gujarat: આજથી ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ, શાળાઓએ કરવી પડશે આટલી વ્યવસ્થા

કોરોનાની મહામારીને પગલે 22, ફેબ્રુઆરી-2020થી શાળાઓ બંધ કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હતી.

Gujarat: આજથી ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ, શાળાઓએ કરવી પડશે આટલી વ્યવસ્થા

અતુલ તિવારી, અમદાવાદ: સોમવારથી એટલે કે આજથી ધોરણ 9 અને 11મા ધોરણની શાળાઓ ખુલશે. શહેરની સ્કૂલોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સ્કૂલ સંગઠનના જણાવ્યા અનુસાર સ્કૂલોમાં જવા માટે ધોરણ 9ના 90 ટકા ને ધોરણ 11 ના 50 ટકા વિદ્યાર્થીઓના સહમતિ પત્ર મળી ગયા છે. ત્યારે જોવાનું એ છે કે આજે પહેલાં દિવસે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ આવે છે. કોરોનાની મહામારીને પગલે 22, ફેબ્રુઆરી-2020થી શાળાઓ બંધ કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હતી. તેના 21 દિવસ બાદ આજથી ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે.  શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈન ( guideline ) નું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની SOP અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

વિદ્યાર્થીઓ જમવાનું અને પાણી ઘરેથી લાવવાનું રહેશે. માક પહેરવું ફરજિયાત રહેશે. જો વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલવા માંગતા નથી તો ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે. કોઇપણ વિદ્યાર્થીની તબિયત ખરાબ છે તો તેને સ્કૂલ મોકલશો નહી. સ્કૂલોમાં ટેમ્પરેચર માપવા માટે અને હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા અનિવાર્ય છે. ક્લાસ રૂમમાં સોશિયલ ડિસ્ટેંસિંગના અનુસાર બેસાડવામાં આવશે. 

ટ્યુશન સંચાલકોની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી  
આ સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ (tution class) શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે.

હોસ્ટેસ ક્યારે શરૂ થશે
બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ એવરેજ 15 ટકા હોય છે. સમરસ હોસ્ટેલ હોય કે અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાકાળ દમરિયાન ત્યાં કોવિડ કેન્દ્રો પણ શરૂ કરાયા હતા. જે હવે ખાલી થઈ રહ્યા છે. આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો નિરીક્ષણ કરીને રિપોર્ટ આપશે. તેથી ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ તારીખ જાહેર કર્યા બાદ શરૂ કરાશે. રૂમનો સેનેટાઈઝ કરવા, રૂમમાં કેટલા વિદ્યાર્થી રાખવા તેની રુબરુ માહિતી લઈને રિપોર્ટ આપશે. સચિવો સ્થળ પર જઈને ચકાસણી કરશે. જેના બાદ એફવાય અન એસવાયના પણ શિક્ષણકાર્ય કરી શકાશે. પરંતુ એસઓપી પ્રમાણે દરેક બાબતનું પાલન કરવાનું રહેશે.  

ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો મેસેજ વાયરલ
ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ (message viral) સોશિયલ મીડિયામાં વહેતા કરનારની મુસીબત વધી છે. સોશિયલ મીડિયામાં ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન (mass promotion) અપાશે એવા મેસેજ વહેતા કરનાર પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. નાયબ શિક્ષક નિયામક દ્વારા મેસેજ વહેતા કરનાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. બોપલમાં રહેતા આશિષ કાણઝરીયાને ખુલાસો આ અંગે ખુલાસો આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news