આજે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં નવમી વખત રજૂ કરશે Budget
Trending Photos
- 2021 ના ગુજરાતના બજેટમાં આરોગ્ય, નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાશે
- નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે આજે બજેટ રજૂ કરશે. નાણામંત્રી 9મી વાર બજેટ રજૂ કરવાના છે. બજેટ (budget 2021) માં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવાને પ્રાધાન્ય આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર પણ બજેટમાં ભાર મૂકવામાં આવશે. કોરોનાકાળમાં શિક્ષણ વ્યવસ્થા કથળી છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ સરકાર પ્રજાને ભેટ આપી શકે છે. નીતિન પટેલે રજૂ થનાર બજેટ (Gujarat Budget) ને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું ગણાવ્યું. ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે તે પ્રકારનું બજેટ હશે તેવો વિશ્વાસ નાણામંત્રી નીતિન પટેલે (nitin patel) વ્યકત કર્યો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો : વેક્સીન લીધા પછી ક્યારે બને છે એન્ટીબોડી, સરવેમાં મળી પોઝિટિવ માહિતી
કોરોનાકાળમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા પર જાહેરાત થશે?
રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર રજૂ કરશે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતfન પટેલ રજૂ કરશે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોનાકાળમા કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. ઓવરઓલ બજેટમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવામા આવશે. તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પર સરકાર વેટ વધારી શકે છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય જીત બદલ સરકાર પ્રજાને ભેટ આપી શકે છે.
નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કરશે
વિધાનસભાના સત્રમાં બેઠક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામા આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) સાથે તમામને ગૃહમાં બેસાડવામાં આવશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે, જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાશે. તેમજ વિધાનસભા ગૃહની અંદર કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક-ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મૂકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે.
બજેટ હવે ડિજીટલી જોઈ શકાશે
હવે ડિજિટલ સ્વરૂપમાં બજેટને લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં બજેટ પછી સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઇલ એપ્લિકેશન ગુજરાતનું બજેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં રજૂ થશે. આ મોબાઇલ એપ્લિકેશન ઉપર ભૂતકાળના બજેટ પણ મૂકવામાં આવ્યા છે. બજેટ એપ્લિકેશન ઉપરથી નાણામંત્રીનું બજેટ સ્પીચ લાઈવ કરવામાં આવશે. ગુજરાત બજેટના નામથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.
મુખ્યમંત્રીના જવાબ અન્ય મંત્રીઓ આપશે
વિધાનસભા બજેટ સત્રમા મુખ્યમંત્રીના વિભાગોના જવાબો અન્ય મંત્રીઓ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિભાગના જવાબો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને પ્રદિપસિહ જાડેજા તમામ સવાલોના આપશે. ચારેય સિનિયર મંત્રીઓને અલગ અલગ વિભાગ ફાળવવામાં આવ્યા છે. અન્ય કેબિનેટ મંત્રીઓના બદલે રાજ્ય કક્ષાના મંત્રીઓને બોલવા પ્રાધાન્ય અપાશે. વિભાગની તારાંકિત પ્રશ્નોત્તરી સહિતની બાબતો પર રાજ્ય કક્ષાના પ્રધાન જવાબ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે