નરોડામાં સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા, પાકિસ્તાન વિરોધી કર્યા સુત્રોચ્ચાર

જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં મોટી સંખ્યામાં CRPFના જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની દેશભરમાંથી ટીકા કરવામાં આવી રહી છે.

નરોડામાં સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા, પાકિસ્તાન વિરોધી કર્યા સુત્રોચ્ચાર

અતૃલ તિવારી, અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં મોટી સંખ્યામાં CRPFના જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની દેશભરમાંથી ટીકા કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે નરોડા વિસ્તારના સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા કાઢીને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.

આ તિરંગા યાત્રામાં અનેક મહિલાઓ પણ જોડાઇ તો સાથે મહારેલીમાં ડીજેના માધ્યમથી દેશભક્તિના ગીતો સાથે લોકોમાં એક અનોખો જ આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકો દ્વારા શહીદોના માનમાં મૌન પાડવામાં પણ આવ્યું હતું. હાજર તમામ લોકોની બસ એક જ માગ જોવા મળી કે, ઝડપથી પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપવામાં આવે અને આતંકવાદીઓનો ખાત્મો બોલવામાં આવે છે.

આ તિરંગા યાત્રામાં આશા ભદોરીયા નામની મહિલા પણ જોડાયા કે જેમના પતિ એક આતંકવાદી હુમલામાં થોડા વર્ષો પહેલા શ્રીનગરમાં શહીદ થયા હતા. તેઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ત્વરિત જ ભારતીય સૈન્ય અને સરકારે આતકીઓ અને પાકિસ્તાન સામે પગલા લેવા જોઇએ. આતંકીઓ દ્વારા અવારનવાર આ પ્રકારના હુમલાઓ થતા રહે છે. જેમાં અનેક જવાનો શહીદ થઇ ચુક્યા છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે એવો જવાબ આપવામાં આવે કે, પાકિસ્તાન અને આતંકીઓ આંખ ઉંચી કરીને પણ ભારત સામે જોઇ ન શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news