વરસાદના ગળાડૂબ પાણીમાં ફસાઈ જાઓ તો શું કરવું? આ મહત્વની માહિતીથી બચાવી શકશો તમારો જીવ

Heavy Rain Alert : પૂરના પાણી તમારી આસપાસ ફરી વળે, ભારે વરસાદમાં તમે ફસાઈ જાઓ તો શું કરવું અને શું ન કરવું તેની માહિતી 108 સેવા દ્વારા અપાઈ છે. 108 સેવા દ્વારા નાગરિકોને અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરાઈ છે. જે આ મુજબ છે

વરસાદના ગળાડૂબ પાણીમાં ફસાઈ જાઓ તો શું કરવું? આ મહત્વની માહિતીથી બચાવી શકશો તમારો જીવ

અમદાવાદ :ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. રવિવારથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ ગળાડૂબ પાણીમાં ગરકાવ થયુ હતું. આ કારણે આખા શહેરમાં હાહાકાર મચી ગયો હતો. અમદાવાદ પાણીમાં સમાયુ તે વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. અનેક વાહનો ફસાયા હતા, તો ટ્રાફિક જામ થયો હતો. ધોધમાર વરસાદ પડે તો સૌથી પહેલા શું કરવું અને શું ન કરવુ તેની માહિતી દરેક નાગરિકને હોવી જોઈએ.

પૂરના પાણી તમારી આસપાસ ફરી વળે, ભારે વરસાદમાં તમે ફસાઈ જાઓ તો શું કરવું અને શું ન કરવું તેની માહિતી 108 સેવા દ્વારા અપાઈ છે. 108 સેવા દ્વારા નાગરિકોને અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરાઈ છે. જે આ મુજબ છે. 

  • વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું.
  • સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી
  • વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવર જવર ન કરવી.
  • નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી.
  • પાકા રહેણાંકના મકાનમાં રહેવું.
  • વાડી વિસ્તાર કે ખેતર કરતાં ગ્રામીણ, શહેર વિસ્તારમાં રહેણાંક કરવો.
  • પશુને બાંધી રાખવાં નહીં.
  • વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાનમાં રહેવાનું પસંદ કરો.
  • સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી.
  • કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.
  • હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી.
  • વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા રસ્તાઓમાં અવરજવર ન કરવી.
  • વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું.
  • ડેમ, નદી, કે દરિયા કિનારે ફરવા ન જવું.
  • નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું.
  • આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી.
  • ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news