રાજ્યમાં અકસ્માતની છ ઘટના: દંપતી સહીત ચારના મોત, 15થી વધુ ઘાયલ

રાજકોટના ગોંડલના દેરડી (કુંભાજી) માર્ગ ઉપર ધરાળા પાટીયા પાસે એક ખાનગી બસ પલ્ટી મારી ગઇ છે. આ ખાનગી બસ પલ્ટી મારી જતાં 6 જેટલા લોકોને ઇજા પહોંચી છે

રાજ્યમાં અકસ્માતની છ ઘટના: દંપતી સહીત ચારના મોત, 15થી વધુ ઘાયલ

અમદાવાદ: રાજ્યમાં ગોંડલ, વલસાડ વાપી અને ભિલોડા નજીક અકસ્માતની છ ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતમાં દંપતી સહીત કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

રાજકોટના ગોંડલના દેરડી (કુંભાજી) માર્ગ ઉપર ધરાળા પાટીયા પાસે એક ખાનગી બસ પલ્ટી મારી ગઇ છે. આ ખાનગી બસ પલ્ટી મારી એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 6 જેટલા લોકોને ઇજા પહોંચી છે. ત્યારે અકસ્માતની જાણ થતા 108 ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(વલસાડ નજીક હાઇવ પર બે કાર વચ્ચે અકસ્માત)

વલસાડના ડુંગરી નજીક હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. મળતી માહીત મુજબ એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદી બીજા લેન પર આવતી અન્ય કાર સાથે ધડાકા ભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. જ્યારે આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. આ અકસ્માતમાં એક કારમાંથી 3થી 4 દારૂની બોટલ મળી આવી છે. ત્યારે ડુંગરી પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ કરવામાં આવી રહી છે.

(ટ્રકની અડફેટે બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળ મોત)

અન્ય એક બાઇક અકસ્માત દંપતીનું મોત થયું છે. વાપી નજીક બલીઠા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા ટ્રકે બાઇકને અટફેટે લીધુ હતું. આ ઘટનામાં બાકઇ પર સવાર દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને કારણે મુંબઇ અમદાવાદ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ ખુલ્લો કર્યો હતો અને મુતક કોણ છે અને કયાંથી આવ્યા હતાની વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ દંપતી ડુમલાવ ગામના હતા.

(ઝૂમસર પાસે રોડ સાઇડમાં બસ ઉતરી જતા 10થી વધુ સ્કૂલ બાળકોને ઇજા)

રાજ્યમાં વધુ એક અકસ્માત ભિલોડાના ઝૂમસર પાસે બન્યો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઇડ ખાડમાં ઉતરી ગઇ હતી. આ બસમાં સવાર 10થી વધુ સ્કૂલના બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

અમરેલીના રાજુલા પંથકના ભુડણી ગામ નજીક મોટરસાયકલ અને છકડા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાંભાની 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતમાં બંને ગંભીર ઇજા થઇ હોવાના કારણે ઇજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિંદ્ધાંત નગર ખાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલક દ્વારા બાઇક સવારને અડફેટે લીધો હતો. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જણા થયા પાંડેસરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news