PM મોદીના ખભે હાથ મૂકી આ નેતાએ આપ્યું આશ્વાસન, ભલે ભાજપમાં નથી પણ આજે પણ મોદી સાથે છે.......
ખુદ વડાપ્રધાને પણ આ બાબત જાહેરમાં કહી છે કે હું શંકરસિંહ વાઘેલાના બુલેટ પાછળ બેસીને ફરતો હતો. એ વાત આજે પણ જૂના લોકો યાદ કરે છે કે વાઘેલાના રાજદૂત પર પાછળ મોદી સવાર હોય અને બંને નેતાઓ આ રીતે આખું ગુજરાત ખૂંદી વળતા હતા.
Trending Photos
મહેસાણા: ગુજરાતમાં આજે મોદીના માતા શ્રી હીરાબાનું નીધન થઈ ગયું છે. વહેલી સવારે જ મોદી અમદાવાદ પહોંચી ગયા હતા. મોદી તો મોદી જ છે કારણ કે આજે પણ એમનો એક પણ કાર્યક્રમ રદ થયો નથી. મોદી આજે બંગાળ જવાના હતા પણ ન જઈ શકતાં લોકોની માફી માગી હતી. મોદીએ પુત્રપ્રેમ બાદ રાજધર્મ પણ નિભાવ્યો હતો. આજે સેક્ટર 30ના સ્મશાનમાં અનેક નેતાઓ પહોંચ્યા હતા.
જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાયસણ સ્થિત નિવાસ્થાને પહોંચી હીરાબાની અંતિમ વિધિમાં પણ સામેલ થયા હતા. શંકરસિંહ વાઘેલા વડાપ્રધાનની નજીક જ રહી તેમને સાંત્વના આપતા હતા. વાઘેલાએ વડાપ્રધાનને ભેટીને પણ આશ્વાસન આપ્યું હતું. તમને યાદ કરાવી દઈએ કે વડાપ્રધાન મોદી અને શંકરસિંહ વાઘેલાની ભાજપના દબદબા સમયે બંને સાથે હતા અને એકબીજાના મિત્રો છે.
આ પણ વાંચો:
ખુદ વડાપ્રધાને પણ આ બાબત જાહેરમાં કહી છે કે હું શંકરસિંહ વાઘેલાના બુલેટ પાછળ બેસીને ફરતો હતો. એ વાત આજે પણ જૂના લોકો યાદ કરે છે કે વાઘેલાના રાજદૂત પર પાછળ મોદી સવાર હોય અને બંને નેતાઓ આ રીતે આખું ગુજરાત ખૂંદી વળતા હતા. આજે સ્મશાનમાં સૌથી પહેલા શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના પાર્થિવ દેહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે PM મોદીના ખભે હાથ મૂકી સાંત્વના આપી હતી.
ભાજપમાં બાપુનો ઝડપી ઉદય થયો અને તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા. 1985માં તેમની સાથે પક્ષમાં આરએસએસ તરફથી નરેન્દ્ર મોદીને સંગઠનમંત્રી તરીકે મોકલવામાં આવ્યા હતા. આજે હીરાબાનું નિધન થતાં સ્મશાનમાં વડાપ્રધાન મોદીને શંકરસિંહ વાઘેલા મળ્યા હતા. તેમણે મોદી સાથે હાથ મિલાવને તેમને ખભે હાથ મૂકીને ભેટીને સાંત્વના આપી હતી.
આ પણ વાંચો:
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, એમણે જ્યારે પહેલા નોટબંધી વખતે હીરાબાને લાઈનમાં ઉભા રાખવાની વાત હતી ત્યારે મેં કીધું કે, માતાજીને મારા ઘેર મોકલી આપો. હું એમની સેવા કરીશ. હીરાબા 100 વર્ષથી તંદુરસ્ત આયુષ્ય સાથે આપણા વચ્ચે નથી રહ્યા. હમણાં જ અગ્નિસંસ્કાર કરીને પાછા આવ્યા છીએ. એમના આત્માના મોક્ષ મળે એવી પ્રાર્થના કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે