સાંતલપુર નજીક ટ્રેલર પલટી મારી જતા ડ્રાઇવર-ક્લિનર જીવતા ભડથુ થઇ ગયા

કંડલાથી પાલન પુર તરફ જઇ રહેલા ટ્રકનાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયું હતું અને તેમાં એકા એક આગ ભડકી ઉઠી હતી. જો કે ટ્રક પલટ જવાને કારણે ડ્રાઇવર અને ક્લિનર તેમાં ફસાઇ ગયા હતા. આગ ધીરે ધીરે ભયાનક થઇ જતા બંન્ને વ્યક્તિઓ જીવતા જ તેમાં ભડથુ થઇ ગયા હતા.
સાંતલપુર નજીક ટ્રેલર પલટી મારી જતા ડ્રાઇવર-ક્લિનર જીવતા ભડથુ થઇ ગયા

સાંતલપુર : કંડલાથી પાલન પુર તરફ જઇ રહેલા ટ્રકનાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયું હતું અને તેમાં એકા એક આગ ભડકી ઉઠી હતી. જો કે ટ્રક પલટ જવાને કારણે ડ્રાઇવર અને ક્લિનર તેમાં ફસાઇ ગયા હતા. આગ ધીરે ધીરે ભયાનક થઇ જતા બંન્ને વ્યક્તિઓ જીવતા જ તેમાં ભડથુ થઇ ગયા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સાંતલપુરથી રાધનપુર તરફ જઇ રહેલા ટ્રેલરને પીપળી નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાયવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ગાડી પલ્ટી મારી ગઇ હતી. જેના પગલે અચાનક ટ્રેલરમાં આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેલર ચાલક અને ક્લીનર ગાડીમાં ફસાઇ ગયા હતા. બહાર નહી નિકળી શકવાને કારણે જીવતા ભડથુ થઇ ગયા હતા. 

પોલીસ તપાસ ચાલુ
પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે, ગાડીમાં કોઇ જ સામાન બચ્યો નહોતો. જો કે ડ્રાઇવર ક્લિનરની પણ ઓળખ કરવી મુશ્કેલ બની હતી. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news