રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર

ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વગર કોઈ કામ શક્ય નથી. બંદોબસ્ત હોય કે પછી સલામતી તમામ જગ્યાએ પોલીસની હાજરી જોવા મળે છે. ત્યારે રાજ્યમાં પોલીસની ઘટ છતા ભરતી નથી થઈ રહી. રાજ્યમાં કોન્સ્ટેબલથી લઈ પીઆઈ કક્ષાના અધિકારી સુધી અનેક જગ્યાએ ખાલી છે. અને જેની અસર અનેકવાર જોવા પણ મળે છે. 

રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર

ઉદય રંજન/ અમદાવાદ: ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વગર કોઈ કામ શક્ય નથી. બંદોબસ્ત હોય કે પછી સલામતી તમામ જગ્યાએ પોલીસની હાજરી જોવા મળે છે. ત્યારે રાજ્યમાં પોલીસની ઘટ છતા ભરતી નથી થઈ રહી. રાજ્યમાં કોન્સ્ટેબલથી લઈ પીઆઈ કક્ષાના અધિકારી સુધી અનેક જગ્યાએ ખાલી છે. અને જેની અસર અનેકવાર જોવા પણ મળે છે. 

લોકોને કોઈ પણ તકલીફ હોય અથવા મુસીબત હોય તો પોલીસને પહેલા ફોન કરી બોલાવવામાં આવે છે. પરંતુ રાજ્યની પોલીસને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. પોલીસને ડબલ ડ્યુટી કરવાની ફરજ પણ પડી રહી છે કારણ કે, રાજ્યમાં પોલીસની સંખ્યા બળ જે મુંજર મહેકમ છે તેના કરતા હાજર મહેકમ ખુબજ ઓછુ છે. આ મહેકમ માત્ર કોન્સ્ટેબજ નથી પરંતુ એએસઆઈ,પીએસઆઈ અને પીઆઈ સુધી છે. નિવૃત્ત પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે, પોલીસનુ ઓછુ મહેકમથી સીધી અસર જોવા મળે છે કારણ કે પોલીસ પાસે અનેક જવાબદારીઓ છે.

પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂ પીધેલા પતિની માસ્ટર પ્લાનિંગ બનાવી કરી હત્યા

રાજ્યના પોલીસ કર્મચારીની મુંજર મહેકમ અને હાજર મહેકમની વાત કરીએ તો બિનહથિયારી પોલીસ જેમની જવાબદારી સુરક્ષાની છે. તેમની ખુબજ મોટી અછત છે. પોલીસ કોન્સ્ટેબલનુ 40 હજાર હાજર છે ત્યારે સામે 8 હજાર કોન્સ્ટેબલ ઓછા છે. હેડ કોન્સ્ટેબલ 14 હજાર હાજર છે ત્યારે સામે 1200 ઓછા છે. એએસઆઈનું 8 હજાર હાજર છે. ત્યારે સામે 1200 ઓછા છે. પીએસઆઈની વાત કરીએ તો 2500 હાજર છે સામે 500 પીએસઆઈ ઓછા છે. ત્યારે પીઆઈમાં પણ 274 પીઆઈ હાલ ઓછા છે.

નોંધનીય છે પોલીસ પોલીસની ખાલી પડેલી આ જગ્યાઓ ભરાય તો અન્ય પોલીસને રાહત મળે અને વધુ સારું કામ કરી શકે ત્યારે છેલ્લા એક વર્ષ થી પ્રમોશન પણ નથી થઇ રહ્યા. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં પડેલી રાજ્યપોલીસની ઘટ ભરવા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવી અનિવાર્ય બની રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news