ગુજરાતમાંથી હજી પણ નથી ગયો વરસાદ, ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અહીં પડી શકે છે ભારે વરસાદ
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી થઇ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઇન્કમટેક્ષ, વાડજ, લાલદરવાજા, નેહરૂબ્રિજ, આશ્રમરોડ, નવા વાડજ, ઉસ્માનપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
Trending Photos
અમદાવાદ: રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી થઇ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઇન્કમટેક્ષ, વાડજ, લાલદરવાજા, નેહરૂબ્રિજ, આશ્રમરોડ, નવા વાડજ, ઉસ્માનપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોને વરસાદમાં સામાન્ય રાહત મળી છે. વરસાદ પડતા શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર એર સર્કુલેશન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
આગામી બે દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 16,17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી ભેજ ગુજરાત તરફ આવતા તેની અસર વર્તાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
દક્ષિણી રાજસ્થાન અને ઉત્તરગુજરાત પર પણ એક હળવી સિસ્ટમ કાર્યરત થઇ છે. જેથી ગુજરાતમાં વરસાદી માહોલ હજી પણ લાંબો સમય સુધી ચાલશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 126 ચરા વપલાગ નોંઘાયો છે. સતત વરસાદના કારણે ખેડૂતોની કમર તુટી ગઇ છે. ખેડૂતો ખુબ જ મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસાદના કારણે બચેલો કુચેલો પાક પણ બળવાને આરે પહોચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે