સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો
સ્વામિનારાયણ મંદિર વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકુટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તનાં દિવસે જ મંદિર પરિસરમાં માથાકુટ થઇ હોવાનાં પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર રેન્જ IG ને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
ગઢડા : સ્વામિનારાયણ મંદિર વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકુટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તનાં દિવસે જ મંદિર પરિસરમાં માથાકુટ થઇ હોવાનાં પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર રેન્જ IG ને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરે નેતૃત્વ પરિવર્તન આવ્યું હતું. મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તન કરી રમેશ ભગતને નવા ચેરમેન બનાવાયા છે. ત્યારે નોન કોરમ મુજબ ટ્રસ્ટી તરીકે હરિજીવન સ્વામીને દુર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સત્તાના કારણે વિવાદ ચાલી રહ્યો છે. હરિજીવન સ્વામી પર 21 કરોડની ઉચાપતના આક્ષેપો પણ લાગી રહ્યા છે. ગઢડા ગોપીનાથ મંદિરના ચેરમેન પદનો વિવાદ વધારે વકર્યો છે.
એસપી સ્વામીના આક્ષેપ પર હરીજીવન સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. એસપી સ્વામીએ સત્તા કબ્જો કરવા માટે નિરર્થક પ્રયાસો ચાલુ કર્યા છે. એસપી સ્વામીએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. સત્તા મેળવવા બધા પ્રયાસો કરી રહ્યા છે. બેઠકનાં દિવસે ટોળુ વધી જતા તેને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતા. વિવેકસાગર સ્વામી પરનો આક્ષેપ ખોટો છે. અમે જ Dy.SP ને ખુરશી પર બેસવા માટે જણાવ્યું હતું.
ગઢડા સ્વામીનારાયણ મંદિર મુદ્દે વિવાદ વધારે વકરતો જોવા મળી રહ્યો છે. ગઢડામાં ધાર્મિક સંસ્થામાં પોલીસની દાદાગીરી મુદ્દે એસપી સ્વામીના જણાવ્યા અનુસાર ડીવાયએસપી કક્ષાના અધિકારીને આવુ વર્તન શોભતું નથી. ધર્માચાર્યો, સાધુ સંતો આ મુદ્દે જવાબ આપશે. છેલ્લા 6 મહિનાથી ટ્રસ્ટની મિટીંગ બોલાવાઇ નથી. જ્યારે એસપી સ્વામીએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના આક્ષેપો કર્યા છે. જો કે આ આક્ષેપનો જવાબ આપતા હરિજીવન સ્વામી હાજર નહોતા રહેતા. એસ.પી સ્વામીના આક્ષેપ કરતા કહ્યું કે, કરોડો રૂપિયા આપી પોલીસ દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. નૌતમ પ્રકાશ અને વિવેક સાગરનું ષડયંત્ર હોવાનો એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે. આ સંપુર્ણ વિગત પર નજર નાખીએ તો ગઢતા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરે નેતૃત્વ પરિવર્તનના દિવસે ડીવાયએસપી દેસાઇ પર ગેરવર્તણુંક કરી હોવાના આક્ષેપો લગાવાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે