ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા રદ્દ નહી થાય, આ માત્ર એક વિદ્યાર્થીએ કરેલી ચોરીનો મામલો ગણાયો

મહેસાણામાંથી ફોરેસ્ટ ગાર્ડનું પેપર પણ ફૂટ્યું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનો કોલાહલ ફરી એકવાર ઉગ્ર બન્યો. કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા ફરી એકવાર ભાજપ અને ભાજપ સરકાર પર માછલા ધોવાવાનાં શરૂ કરવામાં આવ્યા. અલગ અલગ 6 જગ્યાએ પેપર લીક થયા હોવાની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા દાવા કરવામાં આવ્યા. 

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા રદ્દ નહી થાય, આ માત્ર એક વિદ્યાર્થીએ કરેલી ચોરીનો મામલો ગણાયો

મૌલિક ધામેચા/અમદાવાદ : મહેસાણામાંથી ફોરેસ્ટ ગાર્ડનું પેપર પણ ફૂટ્યું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનો કોલાહલ ફરી એકવાર ઉગ્ર બન્યો. કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા ફરી એકવાર ભાજપ અને ભાજપ સરકાર પર માછલા ધોવાવાનાં શરૂ કરવામાં આવ્યા. અલગ અલગ 6 જગ્યાએ પેપર લીક થયા હોવાની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા દાવા કરવામાં આવ્યા. 

જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે પોલીસ પણ દોડતી થઇ હતી. પેપર ફૂટ્યું છે કે આ ઘટના માત્ર એક જ કેન્દ્ર પર બની છે તે અંગે તપાસનો દોર તેજ કર્યો હતો. પટાવાળા દ્વારા બાળી દેવાયેલી કાપલીની રાખ સહિતનાં પુરાવાઓ એકત્ર કરવા કામે લાગી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના માત્ર એક જ કેન્દ્ર પર બની હોય તેવું સાબિત થયું હતું. સરકારે પણ તાબડતોબ રિપોર્ટ મંગાવ્યો હોવાથી હાલ પ્રાથમિક દ્રષ્ટીએ આ પેપરલિક થયાની નહી પરંતુ એક જ કેન્દ્ર ખાતે ગેરરિતી થઇ હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું છે. 

મહેસાણાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, વનરક્ષકની ભરતીમાં જે ગેરરીતિની વાત થઇ રહી છે તે એક જ કેન્દ્ર પર અને એક જ વિદ્યાર્થી પુરતી સીમિત છે. તે સિવાય અન્ય કોઇ ફરિયાદો મળી નથી. ઉનાવાની મીરાદાતાર સર્વોદયના વિદ્યાર્થીએ પ્રશ્નો સોલ્વ કરવા માટે મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. આ કામ માટે શિક્ષક અને પટાવાળાની મદદ પણ લીધી હતી. જો કે આ માત્ર એક વિદ્યાર્થી પુરતુ જ સીમિત હતું માટે વનરક્ષકની પરીક્ષા રદ્દ નહી થાય. તેવી જાહેરાત કરતા એડીશનલ PCCF એ.કે શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ કોપી કેસનો મામલો છે. આ અંગે 8 લોકોની અટકાયત પણ કરી દેવાય છે. આન્સર કી સળગાવી દેવા મામલે પુરાવાનો નાશ કરવા અંગેની પણ ફરિયાદની કલમોનો ઉમેરો કરાશે. હાલ પોલીસે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા માટેની તપાસ આદરી છે. આ અંગે કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે. કડક કાર્યવાહી કરવામાં આવશે. 

સમગ્ર મામલે હાલ પ્રાથમિક તપાસના અંતે 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. આન્સર કી સળગાવનાર પટાવાળા અને તેને આદેશ આપનાર શિક્ષક વિરુદ્ધ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ ચલાવી રહી છે. જરૂર પડે ત્યાં ફોરેન્સિંકની પણ મદદ લેવાઇ રહી છે. આ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news