'મારી દીકરી સાથે વાત કેમ કરે છે' અને પછી હત્યા! ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો પિતા કેમ બન્યો હત્યારો?

 આરોપીની સગીર દીકરી અને સાગર 4 મહિના પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. અને મિત્રતા થઈ હતી. બંને એકબીજા સાથે વાત કરતા હોવાથી આરોપી દિલીપ પરમારને દીકરીને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યો હોવાની શંકા હતી.

'મારી દીકરી સાથે વાત કેમ કરે છે' અને પછી હત્યા! ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો પિતા કેમ બન્યો હત્યારો?

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વટવામાં દીકરી સાથે વાત કરતા યુવકને પિતાએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. સગીર દીકરી સાથે સંબંધ જોડતો હોવાની પિતાને શંકા જતા મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા પોલીસે આ સમગ્ર ઘટનાને જોતા આરોપીની ધરપકડ કરી છે. 

દીકરી સાથે સંબંધ જોડતો હોવાની શંકાના કારણે યુવકને મળ્યું મોત 
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી દિલીપ પરમાર એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી છે. ઘટના એવી છે કે વટવાના ચાર માળિયામાં રહેતા આરોપી દિલીપ પરમારની સગીર દીકરી મૃતક સાગર મકવાણા સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન મૃતકના ભાઈ ત્યાંથી પસાર થતા મૃતક અને સગીરાને ઠપકો આપીને ઘરે મોકલી દીધા હતા. જ્યારે આરોપી દિલીપ પરમારને પણ દીકરીને સમજાવીને રાખવાની જાણ કરી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી દિલીપ પરમાર મૃતક ઘરેથી નીકળ્યો હતો, ત્યારે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

No description available.

એક શંકા અને પિતાએ કરી નાંખી યુવકની હત્યા
મૃતક સાગર મકવાણા 19 વર્ષનો છે. અને છેલ્લા 3 વર્ષથી વટવામાં આવેલા ચાર માળિયામાં પોતાના ભાઈ સાથે રહેતો હતો. જ્યારે આરોપી દિલીપ પરમાર તેના સામે આવેલા બ્લોકમાં રહેતો હતો.. આરોપીની સગીર દીકરી અને સાગર 4 મહિના પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. અને મિત્રતા થઈ હતી. બંને એકબીજા સાથે વાત કરતા હોવાથી આરોપી  દિલીપ પરમારને દીકરીને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યો હોવાની શંકા હતી. જ્યારે સાગર ના ભાઇ એ દીકરીને સમજાવી ને ઘરમાં રાખવાનો ઠપકો આપતા દિલીપ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેને સાગર ની હત્યા કરવાનું નક્કી કરીને ઘરેથી છરી લઈને નીકળ્યો હતો અને સાગરના છાતીના ભાગમાં છરીના ઘા ઝીકી ને હત્યા કરી દીધી હતી..

આરોપી પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી છરી જપ્ત કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news