સાયબર ચોર સસલાની ગતિએ ક્રાઇમ આચરે છે, સાયબર પોલીસ સસલાની ગતિએ ઉકેલ લાવે છે

ગુજરાતમાં રોજ અનેક લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બનતાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં સાઇબર ક્રાઇમની 2306 ઘટના નોંધાઇ છે. ત્યારે કેવી રીતે સાઇબર ક્રાઇમ બને છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટના. વર્ષ 2017 માં 458, વર્ષ 2018 માં 702, વર્ષ 2019માં  784, ઇન્ટરનેટ દ્વારા જીવનશૈલીમાં અગાઉના સમય કરતાં ઘણી સરળતા આવી ગઇ છે, પરંતુ પ્રત્યેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે. હવે સાઇબર ક્રાઇમના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
સાયબર ચોર સસલાની ગતિએ ક્રાઇમ આચરે છે, સાયબર પોલીસ સસલાની ગતિએ ઉકેલ લાવે છે

ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતમાં રોજ અનેક લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બનતાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં સાઇબર ક્રાઇમની 2306 ઘટના નોંધાઇ છે. ત્યારે કેવી રીતે સાઇબર ક્રાઇમ બને છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટના. વર્ષ 2017 માં 458, વર્ષ 2018 માં 702, વર્ષ 2019માં  784, ઇન્ટરનેટ દ્વારા જીવનશૈલીમાં અગાઉના સમય કરતાં ઘણી સરળતા આવી ગઇ છે, પરંતુ પ્રત્યેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે. હવે સાઇબર ક્રાઇમના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

ઇન્ટરનેટના પ્લેટફોર્મમાં નાનકડી બેદરકારી પણ વ્યક્તિ માટે મુસીબત સર્જે છે. ગુજરાતમાં એક વર્ષના સમયગાળામાં સાઇબર ક્રાઇમમાં 23 ટકા સુધીનો વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષની સાઇબર ક્રાઇમની ઘટનાઓ પરથી દરરોજ 2 કરતાં વધું ઘટના સત્તાવાર રીતે નોંધાઇ રહી હોવાનો એનસીઆરબીના અહેવાલમાં પ્રાપ્ત થયું છે. જેમાં એટીએમ ફ્રોડ, ઓનલાઇન બેંકિંગ, ઓનલાઇન ફ્રોડ બનાવટી પ્રોફાઇલ જેવી અનેક પ્રકારની છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ છે. 

છેતરપિંડીનો પ્રકાર  ઘટના એટીએમ, 13 ઓનલાઇન બેકિંગ, 33 ઓટીપી, 28 અન્ય, 14 બનાવટ, 10 બનાવટી પ્રોફાઇલ, 8મોર્ફિંગ, 3ફેક ન્યૂઝ, 5બ્લેક મેઇલિંગ, 8 ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે, તેમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો વધારો થયો છે. તેમ તેનો ઉપયોગ કરનારના પ્રમાણમાં પણ વધારો સતત જોવા મળી રહ્યો છે. આ આંકડા પ્રમાણે ઇન્ટરનેટ એટલે એક પ્રકારનું કાચનું ઘર છે અને તેમાં દરેક બાબત ખૂબ જ તકેદારી પૂર્વક કરવામાં આવવી જોઇએ. તેવું માનવામાં આવી રહ્યું છે અનેક લોકો વિશ્વસનીયતા ચકાસ્યા વિના જ કોઇ પણ ટેલી કોલરને ઓટીપી કે પાર્સવડ આપી દે છે. બાદમાં પછતાવવાનો વારો આવે છે. લોભાવણી ઓફર જોઇને અનેક લોકો કોઇપણ લિંક પર ક્લિક કરતાં જ મોટાભાગના કિસ્સાઓમાં તે લોકોને નુકસાનનો સોદો પૂરવાર થાય છે. 

જ્યારે-જ્યારે સાઇબર ક્રાઇમ આરોપીઓને પકડે છે ત્યારે તે લોકોની પૂછપરછમાં અનેક કારણો પણ સામે આવે છે. જેમાં અંગત દુશ્મની, ગુસ્સો, છેતરપિંડી, ગેસવસૂલી, ટિખળ, બદનામી કરવી, જાતીય શોષણ કે રાજકીય અદાવત મુખ્ય હેતુ હોવાનું સામે આવ્યું છે. પરંતુ લોકોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ કે પર્સનલ માહિતીઓના પાસર્વડ સમયાંતરે બદલતું રહેવું એ જ આ નુકસાનીમાંથી બચવાનો મુખ્ય ઉપાય હોવાનું સાઇબર એક્સપર્ટો માની રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news