જૂનાગઢમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની કફોડી સ્થિતી, સરકાર તરફ આશાભરી મીટ !

જિલ્લામાં એક તરફ શિયાળાનો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. તેવા સમયે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી પડેલા વરસાદે ખેડૂતોના કીમતી અને ઉભા પાકને નુકશાન પહોચાડ્યું છે

જૂનાગઢમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની કફોડી સ્થિતી, સરકાર તરફ આશાભરી મીટ !

જૂનાગઢ:  જિલ્લામાં એક તરફ શિયાળાનો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. તેવા સમયે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી પડેલા વરસાદે ખેડૂતોના કીમતી અને ઉભા પાકને નુકશાન પહોચાડ્યું છે. મગફળીના પુરા ભાવ નહી મળે તેવી ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. શિયાળો બેસવાની તૈયારો વચ્ચે આજે સવારથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે કેશોદ, માળિયા, માંગરોળ, વિસાવદર પંથકમાં એક થી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

જેના લીધે હાલ મગફળી અને કપાસના પાકને ભારે નુકશાની પહોચી છે. કૃષિ નિષ્ણાંતોના મતે હાલ મગફળીની હાર્વેસ્ટિંગની કામગીરી ચાલુ છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જે ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢીને પાતરા કરી રાખ્યા છે. તેના વરસાદ પડવાથી ઉભી મગફળી ઉગી જવાની ભીતિ છે. તેમજ આડી મગફળીમાં અથવા સેમી મગફળીમાં પણ નુકશાન અને સાથે સાથે પશુઓ માટે ચારો જેમાંથી કાઢવામાં આવે છે. તે ચારા ઉપર વરસાદ પડવાથી તે ચારો પશુઓ ખાઈ શકતા નથી.

જમીનમાં મગફળીમાં ડોડવા રહી ગયેલ હોય તેના પર વરસાદ પડવાથી ડોડવા પણ હાથમાં આવતા નથી. તે સંપૂર્ણ નાશ પામે છે. તેવી રીતે કપાસમાં અત્યાર સુધીમાં બે ફાલ ખેડૂતોએ લઈ લીધા છે. અત્યારે કપાસમાં ફૂલ ફ્લરી લાગી હોય તે વરસાદના કારણે ખરી પડે છે. જેથી કપાસના પાકને પણ નુકશાન થાય છે. આના માટે ખેડૂતોને સમયસર અગાવથી વરસાદની આગાહીઓ મળી જાય તો મહંદ અંશે અમુક પાક બચી શકે છે. બાકી ઉભા પાકને બચાવવો મુશ્કેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news