ગુજરાતની ઉંઘ ઉડાડવા આટલું જ કાફી છે: ઓમિક્રોનનાં 3 કેસ એવા જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
Trending Photos
આણંદ : કોરોનાનો વિસ્ફોટ ગુજરાતમાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની સાથે હવે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આજે ખેડા જિલ્લામાં વધારે ત્રણ નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આજે ખેડામાં કુલ ત્રણ કેસ નોંધાયા તે તમામ એક જ પરિવારનાં છે. આ સાથે જ કોરોનાના નવા વેરિયન્ટનો આંકડો 6 પર પહોંચી ચુક્યો છે.
ખેડા જિલ્લામાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન પણ બેકાબુ બની રહ્યો તેવી સ્થિતિ પેદા થઇ ચુકી છે. અગાઉ કોરોના પોઝિટિવ આવેલા ત્રણ વ્યક્તિઓને જ ઓમિક્રોન સંક્રમિત થયા છે. જ્યાર નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં યુકેથી આવેલા એક જ પરિવારનાં ત્રણ સભ્યો ઓમિક્રોન પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ ત્રણેય દર્દીઓ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં એમિક્રોન સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ગઇકાલે ઓમિક્રોન પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ત્રણ વ્યક્તિ પૈકી બે નડિયાદના હતા જે પરદેશથી આવ્યા હતા. જ્યારે બીજો વ્યક્તિ ડાકોરના અલીન્દ્રાનો લોકલ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મળી રહી છે. તો આજે નવા આવેલા પોઝિટિવ કેસ પૈકી બે અમદાવાદનાં પણ એવા કેસ છે જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્રે નોંધનીય છે કે, ઓમિક્રોન હવે લોકલ સ્તર પર સંક્રમિત થવા લાગ્યો હોય તેવું સાબિત થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે