ભાવનગરમાં રો-રો ફેરી જહાજ બંધ પડ્યું, 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી.
Trending Photos
ભાવનગર: થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીનું જહાજ મધ દરિયે ખોટવાઇ ગયું હતું. યાત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હોવાથી મુસાફરોમાં ઉચાટ વ્યાપી જવા પામ્યો હતો. દહેજ થી ઘોઘા તરફ સવારે 11 વાગે આવતી ટ્રીપના જહાજમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી જેથી મધ દરિયે 3 માઇલ વચ્ચે ખોટવાઇ ગયું હતું. જહાજમાં ઇમરજન્સી એલાર્મ વાગવાના કારણે કેપ્ટન દ્વારા જહાજનું એંજીન બંધ કરવામાં આવ્યું છે.
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. આ જહાજમાં 450થી વધુ મુસાફરો સવાર હતા અને 95થી વધુ કાર સવાર હતી.
રો-રો ફેરીના સીઇસી દેવેંદ્ર મંડલે જણાવ્યું હતું કે હાઇ ટેમ્પરેચર એલાર્મ આવ્યું હોવાથી એંજીનને બંધ કરવામાં આવ્યું છે તેને ચેક કરવામાં આવી રહ્યું છે. હાલ બે ટગ બોલાવવામાં આવ્યા છે અને જહાજ કંટ્રોલમાં છે. અને તપાસ ચાલુ છે. કોઇ પરેશાની વાત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે