ગોધરામાં યુવકોને પ્રેમ પ્રકરણમાં અપાઈ તાલિબાની સજા, થાંભલા સાથે બાંધી માર મરાયો

talibani saja video viral : ગોધરા તાલુકાના ઓરવાળામાં યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવાની ઘટના બની છે. પ્રેમ પ્રકરણમાં યુવકોને ક્રુરતા રીતે પ્રાણીઓને બાંધે તે રીતે યુવકોને થાંભલા સાથે બાંધવામાં આવ્યા

ગોધરામાં યુવકોને પ્રેમ પ્રકરણમાં અપાઈ તાલિબાની સજા, થાંભલા સાથે બાંધી માર મરાયો

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :ભારતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા નથી. લોકોને પોલીસની બીક નથી રહી. પોલીસ અને ન્યાય તંત્ર પહેલા લોકો જ ન્યાય કરતા થયા છે. આવામા તેઓ નિર્દયતાની હદ વટાવી દે છે. પંચમહાલમાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા અપાી હતી. યુવકોને થાઁભલા સાથે બાંધીને માર મરાયો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. 

ગોધરા તાલુકાના ઓરવાળામાં યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવાની ઘટના બની છે. પ્રેમ પ્રકરણમાં યુવકોને ક્રુરતા રીતે પ્રાણીઓને બાંધે તે રીતે યુવકોને થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. ગામના લોકો દ્વારા યુવકોને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય કે લોકો માર મારવામાં કેવા રાક્ષસ બની રહ્યાં છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 9, 2022

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગોધરા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગોધરા તાલુકા પોલીસે બનાવ અંગે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તાલિબાની સજા આપતા વિડિઓમાં એક વ્યક્તિ યુવકોને મારતા બચાવતો હોય એવા પણ દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news