વડોદરા : સ્વીટી ગર્ભવતી થતા અજય ગુસ્સે ભરાયો હતો એટલે તેને માર્યા બાદ સળગાવી દીધી
વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ (sweety Patel) કેસમાં આખરે તેનો પતિ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈ (PI ajay desai) એ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની સ્વીટી પટેલની હત્યા કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં PI અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે. હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે નોંધાયો ગુનો છે. પકડાયેલ બંન્ને આરોપીઓને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ (sweety Patel) કેસમાં આખરે તેનો પતિ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈ (PI ajay desai) એ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની સ્વીટી પટેલની હત્યા કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં PI અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે. હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે નોંધાયો ગુનો છે. પકડાયેલ બંન્ને આરોપીઓને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.
કિરીટસિંહે સ્વીટીની હત્યામાં મદદ કરી હતી
કોંગ્રેસના નેતા અને સ્વીટી પટેલ કેસના આરોપી કિરીટસિંહ જાડેજા (Kiritsinh Jadeja) ની હત્યામાં મદદગારી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે. કિરીટસિંહ જાડેજાને અજય દેસાઈએ ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી મનાવ્યો હતો. સ્થાનિક પોલીસે પીઆઇ દેસાઈની સંડોવણી મામલે તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ આ કેસમાં તપાસમાં જોડાઈ ગઈ હતી. રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વડોદરા પણ ગઈ હતી. ગૃહમંત્રીએ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા હત્યાનો કેસ આખરે ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે આગવી ઢબે કાઉન્સેલિંગ કરી ભેદ ઉકેલ્યો છે.
પૂછપરછમાં કિરીટસિંહ પોપટની જેમ બધુ બોલી ગયા હતો
પોલીસની ભાષામાં પણ ક્રાઈમ બ્રાન્ચે આકરી પૂછપરછ કરી હતી. સમગ્ર મામલે કિરીટસિંહ જાડેજા પોપટની માફક બોલી જતા ભેદ ઉકેલાયો હતો. ક્રોસ ઇન્ટ્રોગેશનમાં પીઆઇ દેસાઈ ભાંગી પડતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અગાઉના બે પીએસઆઈના દાખલા આપી પીઆઇ પાસે માહિતીઓ કઢાવી હતી. ભેદ ઉકેલવામાં કાઉન્સેલિંગ
મહત્વનું પાસુ મહત્વનું રહ્યું હતું.
સ્વીટી ગર્ભવતી થતા પીઆઈ દેસાઈ ગુસ્સે થયા હતા
પૂછપરછમાં સામે આવ્યું કે, અજય દેસાઈની પત્ની સ્વીટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થતા બંને વચ્ચે તકરારો વધી હતી. જેથી આખરે અજય દેસાઈએ પત્નીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી અજય દેસાઈની સ્વીટી પટેલ સાથે પ્રથમ મુલાકાત 2015 માં એક મિત્ર સાથે પાર્ટીમાં થઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા માટે સ્વીટીએ વાત કરતા અજય દેસાઈને હાશકારો થયો હતો. પણ આખરે સ્વીટી ન જતા બંન્ને વચ્ચે તકરારો વધી હતી. હત્યા કરવા પણ અજય દેસાઈએ એ જ કાર વાપરી હતી, જે સ્વીટીના જન્મદિવસે કાર ખરીદાઈ. હત્યા સમયે વાપરેલી કાર (જીપ કંપાસ) બીજાના નામે લઈને અજય દેસાઈ વાપરતો હતો.
સ્વીટીની લાશ સળગાવવા 5 ઢગલા કર્યા હતા
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, હત્યાના દિવસે અટાલી હોટલ પાસે લોકોએ ધુમાડો જોયો હોવાનું તપાસ કરવા ગયેલી ટીમને જાણવા મળ્યું હતું. આ કેસમાં સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી પણ મહત્વની રહી હતી. સ્વીટી પટેલની હત્યા બાદ લાશ સળગાવી ત્યારે લાકડાના 5 ઢગલા હતા. જેમાથી એક જ વધ્યો હતો. જે મુખ્ય મુદ્દો કેસ ઉકેલવામાં મહત્વનો રહ્યો હતો. પીઆઇ દેસાઈએ લાશ સળગાવવા ખાંડ અને ઘી પણ મંગાવ્યું હતું. અજય દેસાઈ એપ્રિલ મહિનામાં જ્યાં લાશને સગેવગે કરવાની હતી તે હોટેલમાં દેખરેખ કરી ગયો હતો. કિરીટ સિંહ જાડેજા પાસેથી લાશ સળગાવવાની જગ્યાના લાઈવ લોકેશન પીઆઇ દેસાઈએ મંગાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે