સુરેન્દ્રનગરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ : કલેક્ટર
Trending Photos
મયુર સાંધી/સુરેન્દ્રનગર :હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 850 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જે પૈકીના 550 કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ અપાયેલ છે અને 200 જેટલા દર્દીઓ હાલમાં હોમ આઇસોલેટેડ હોવાની સાથે 150 જેટલા દર્દીઓને હાલમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ તેમજ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને પહોંચી વળવા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે 250 બેડની, ધાંગધ્રા ગોકુલધામ ખાતે 100 બેડ, લીંબડી ખાતે 100 બેડ અને ચોટીલા ખાતે 100 બેડ તેમજ સાયલા ખાતે 50 બેડ મળી કુલ 550 થી 600 બેડના કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા આવી હોવાનું જિલ્લા કલેકટર કે. રાજેશે જણાવ્યું.
આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ
સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કે.રાજેશે જણાવ્યું કે, બધા જ હોસ્પિટલ ઓક્સિજનની ફેસિલિટી સાથે નર્સ, ડૉક્ટર તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે. તેમજ જિલ્લામાં 32 જેટલા ધન્વંતરી રથ ચાલે છે. જે જગ્યાએ કોરોનાના કેસ વધુ છે, ત્યાં ઓપીડી દ્વારા તપાસ કરાય છે. તેમજ આવતીકાલથી ડબલ ટેસ્ટિંગ કરવામાં કરવામાં આવનાર છે. ભારત સરકાર અને WHO ના નોમ્સ પ્રમાણે 10 લાખની વસ્તી વચ્ચે 150 ની ટેસ્ટની જરૂરિયાત હોઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટેસ્ટિંગ રેટ 10 લાખની વસ્તીએ 200 જેટલા છે. જે પ્રમાણે 60 જેટલા ટેસ્ટ વધુ છે.
હાલમાં જિલ્લામાં વેપારી મંડળના તમામ એસોસિએશન તેમજ પ્રજાજનો દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પાલન કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે