સુરત : રામલીલા જોવા ગયેલી બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પકડાયો, ભાગવાની તૈયારીમાં હતો....

સુરત (Surat) ના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ (Surat Rape case) આચરનાર નરાધમની આખરે સુરત પોલીસે ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં લુમ્સ કારખાનામાં કામ કરનાર કારીગરે જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સીસીટીવી ફૂટેજના આધારે આખરે આ નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજાર ઇનામ પણ જાહેર કર્યું હતું. આમ, ઘટનાના પાંચ દિવસ બાદ નરાધમ આરોપી પકડાયો છે. 
સુરત : રામલીલા જોવા ગયેલી બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પકડાયો, ભાગવાની તૈયારીમાં હતો....

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) ના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ (Surat Rape case) આચરનાર નરાધમની આખરે સુરત પોલીસે ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં લુમ્સ કારખાનામાં કામ કરનાર કારીગરે જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સીસીટીવી ફૂટેજના આધારે આખરે આ નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજાર ઇનામ પણ જાહેર કર્યું હતું. આમ, ઘટનાના પાંચ દિવસ બાદ નરાધમ આરોપી પકડાયો છે. 

રૂમના કબાટ ઉપર નોટ ચિપકાવી રીક્ષાચાલકનું Suicide, નવા ટ્રાફિકના નિયમોને મોત માટે જવાબદાર ગણાવ્યાં 

ચાર વર્ષની માસુમ બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી ત્યારે નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ દ્વારા માસુમ બાળકીને લાફા માર્યા બાદ પિશાચી કૃત્ય આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ઘર નજીક મૂકી નાસી ગયો હતો. આ સમગ્ર ચકચારી ઘટનામાં આખરે ચોથા દિવસે સુરત પોલીસને સફળતા મળી છે. બાળકી સાથે પાશવી કૃત્ય કરનાર નરાધમને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલા આરોપીના ફૂટેજના આધારે સુરત પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી લવ નામનો શખ્સ છે અને લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજારનું ઇનામ પણ રાખ્યું હતું. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 

પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે એસઆઈટીની રચના પણ કરી હતી. જુદી જુદી 12 ટીમ પણ બનાવાઈ હતી. ખાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. સચીન જીઆઇડીસી સહિત અન્ય વિસ્તારોના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. તેમજ આરોપીની ઓળખ આપનારને 5૦ હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી દેવાઈ હતી. તેમજ આરોપીની તસવીર સાથેના 10,000 પેમ્પલેટ શહેરભરમાં લગાડવામાં આવ્યા હતા. સચીન જીઆઇડીસી પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની ટીમ દ્વારા 700થી વધુ વસાહતો અને વીડિયો થિયેટરોમાં તપાસ કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news