પાટીલે ‘આપ’ને દેશના સૌથી મોટા દુશ્મન દેશ સાથે સરખાવ્યા, કહી મોટી વાત
Gujarat Elections 2022 : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે, તેમણે આપ પાર્ટીને ચીન સાથે સરખાવ્યા
Trending Photos
ચેતન પટેલ/સુરત :ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો મિશનમાં જોતરાયા છે. ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટી હાલ લોકો વચ્ચે જઈને પ્રચારમાં લાગી ગઈ છે. દક્ષિણ ગુજરાતના મિશન પર ગુજરાત ભાજપનું નેતૃત્વ કામ કરી રહ્યું છે. આવામાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દક્ષિણ ગુજરાતમાં છે. સુરતમાં તેઓ આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સુરતમાં સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર વાર કર્યા હતા.
સીઆર પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. એક રૂપિયો ને દસ પૈસા જેવો એક દિવસનો પાણીનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રી માં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. આ તો ચોઈનીસ માલ જેવુ છે. ધોયા તો રોય. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો. તેથી જ યુવાનોને લાલચ આપવાની વાત કરી છે. રોજગારીની લાલચ આપીશ. વચન આપીને તેઓ કવી રીતે પાળશે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી.
તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા. અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે