ગુજરાત સરકારને રાહત, સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર રોક લગાવી

ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ (supreme court) માં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું છે. એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ આપ્યા છે. 
ગુજરાત સરકારને રાહત, સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર રોક લગાવી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ (supreme court) માં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું છે. એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ આપ્યા છે. 

સુપ્રીમ કોર્ટે ફરી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી 
હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી હતી. તેમજ આજે જ સુનાવણી માટે વિનંતી કરી હતી. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જે મામલે આજે સુનવણી હાથ ધરાઈ હતી. ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જોખમ છે તેના કરતાં વધુ જોખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે. સ્વયં શિસ્ત ન રાખવી એ આપણા કલ્ચરમાં છે. 

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યા
તો બીજી તરફ, સુપ્રીમ કોર્ટે વધુ એક વાર ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. આકરુ વલણ દાખવતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું? SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્ન પ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, SOP નું પાલન ક્યાં થઈ રહ્યું છે? તમે કહો છો પ્રસંગો યોજવા સરકારની મંજૂરી જરૂરી છે અને સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે કોઈ મંજૂરીની જરૂર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news