વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ

વડોદરાના સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોનક વશીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. 

વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ

રવિ અગ્રવાલ વડોદરા : વડોદરાના સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોનક વશીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. આ યુવકે સુસાઇડ કર્યો હોવાનું પહેલી નજરે લાગે છે પણ તેના પરિવારજનોએ રોનકની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે ખરી હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે.

આ ઘટનાની વિ્ગતો જોઈએ તો દાહોદ જિલ્લાના ભંભોડી ગામમાં રહેતો રોનક રણજીતસિંહ વશી (ઉં.17) ધોરણ-10 પાસ કર્યા બાદ સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં ડિપ્લોમાં મિકેનીકલ એન્જિનીયરીંગમાં એડમિશન લીધું હતું. અને કોલેજના કેમ્પસ સ્થિત હોસ્ટેલના 402 રૂમમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રથમ વર્ષ પૂરું કર્યા બાદ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલ રોનક વશીએ શનિવારે બપોરે 2 થી 5ના સમયગાળામાં પોતાના રૂમની બાજુમાં આવેલા 401 નંબરના ખાલી રૂમમાં પ્લાસ્ટીકની દોરીથી પંખા ઉપર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રોનકના રૂમ પાર્ટનરોને બનાવની જાણ થતાં કોલેજ સત્તાવાળાઓને જાણ કરી હતી. દરમિયાન પોલીસ અને રોનકના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. મોડી રાત્રે પરિવારજનો કોલેજમાં આવ્યા બાદ પોલીસે રૂમ ખોલ્યો હતો અને લાશનો કબજો લઇ સાવલી જમનોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

હાલમાં સાવલી પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કોલેજ કેમ્પસમાં રોનક વશીએ પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, હજુ સુધી આ અંગે પોલીસ દ્વારા કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news