ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા
Study Abroad : આંકડો સાબિત કરે છે કે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ હાલ વિદેશ જવા માંગે છે... અમદાવાદ એરપોર્ટ ખાતે જુલાઈ મહિનામાં વિદેશ માટેની 1157 ફ્લાઈટમાં 1,65,623 મુસાફરોની અવર-જવર થઈ
Trending Photos
Foreign Study : ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 6 મહિનામાં વિદેશ જનારા મુસાફરોની અવર-જવર 20 ટકા વધી છે. વિદેશ જનારા મુસાફરોમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાંથી જુલાઈ મહિનામાં વિદેશ 1.65 લાખ લોકો વિદેશ ગયા છે. જેમાં સૌથી વધુ મુસાફરોની અવર-જવરમાં વડોદરા બીજા, સુરત ત્રીજા નંબરે છે.
મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ ખાતે જુલાઈ મહિનામાં વિદેશ માટેની 1157 ફ્લાઈટમાં 1,65,623 મુસાફરોની અવર-જવર થઈ હતી. આમ પ્રત્યેક દિવસે વિદેશમાં સરેરાશ 5342 મુસાફરોની અવર-જવર હોય છે. જ્યારે વિદેશ માટેની પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ 143 જેટલાં મુસાફરો નોંધાય છે. વિદેશ માટેના મુસાફરોની અવર-જવરમાં 6 મહિનામાં તબક્કાવાર વધારો નોંધાયો છે. એપ્રિલમાં 1.26 લાખ, મે મહિનામાં 1.52 લાખ, જૂન મહિનામાં 1.53 લાખ અને જુલાઈ મહિનામાં 1.65 લાખ લોકો વિદેશ માટે અવર-જવર કરનાર મુસાફરો નોંધાયા.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ ૫૫૦૦થી ૫૮૦૦ મુસાફરો વિદેશ માટે અવર-જવર કરતા હોય છે. જેમાં આ વર્ષમાં વિદેશ જઇ રહેલા આ મુસાફરોમાંથી અડધોઅડધ વિદ્યાર્થીઓ છે, જેઓએ ઉચ્ચ અભ્યાસ વિદેશની વાટ પકડી છે.
અમદાવાદ પાસપોર્ટ કચેરીમાં આવેલી અરજીના આંકડા
- ૨૦૨૦માં ૩.૧૩ લાખ
- ૨૦૨૧માં ૪.૩૩ લાખ
- ૨૦૨૨માં ૬.૪૩ લાખ
ફોરેન એજ્યુકેશન એક્સપર્ટ્સના મતે છેલ્લા બે વર્ષમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન બાદ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ ઉપર પસંદગી ઉતારે છે. હાલમાં ખાસ કરીને કેનેડા યુવાન વિદ્યાર્થીઓમાં હોટ ફેવરિટ છે. કોરોના બાદ વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓની ઈન્ક્વાયરીમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે. અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન સાથે જ આઇએલટીએસ જેવી પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે.
ક્યારે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા?
વર્ષ | ગુજરાતમાં | સમગ્ર દેશમાંથી |
2016 | ૨૪,૭૭૫ | ૩,૭૧,૫૦૬ |
2017 | ૩૩,૭૫૧ | ૪,૫૬,૮૨૩ |
2018 | ૪૧,૪૧૩ | ૫,૨૦,૩૪૨ |
2019 | ૪૮,૦૫૧ | ૫,૮૮,૯૩૧ |
2020 | ૨૩,૧૫૬ | ૨,૬૧,૪૦૬ |
2021 | ૬૩૮૩ | ૭૧,૭૬૯ |
ગુજરાતમાંથી ૨૦૧૬માં ૨૪,૭૭૫-૨૦૧૭માં ૩૩,૭૫૧-૨૦૧૮માં ૪૧,૪૧૩ જ્યારે ૨૦૧૯માં ૪૮,૦૫૧ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં ગયા હતા. આમ, ૨૦૧૬ કરતાં ૨૦૧૯માં વિદેશ જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો હતો. જોકે, ૨૦૨૦ના વર્ષમાં કોરોનાને પગલે વિદેશ જનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટીને ૨૩,૧૫૬ થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે