નવો આવિષ્કાર! દિવાળીની રજાઓ માણવા બહાર ફરવા જતા પરિવારોની હવે દૂર થશે ચિંતા! જાણો કેમ

દિવાળીની રજાઓમાં ફરવા જતા સમયે ઘરમાં રહેલા છોડવાને પાણી પીવડાવવા માટે હવે ઘરની ચાવી આસપાસમાં આપીને જવાની જરૂર રહેશે નહીં.

નવો આવિષ્કાર! દિવાળીની રજાઓ માણવા બહાર ફરવા જતા પરિવારોની હવે દૂર થશે ચિંતા! જાણો કેમ

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં આવેલી પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક એવું સંશોધન કર્યું છે જે આવનારા દિવસોમાં ખુબ જ ઉપયોગી થશે. પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક એવું ''બ્લ્યુટૂથ મોડ્યુલર'' તૈયાર કર્યું છે, જેના વિશે સાંભળીને લોકોને હવે કોઈ ચિંતા નહીં રહે. પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબમાં અધ્યાપકોના સહયોગથી વિદ્યાર્થીઓએ આ આવિષ્કાર સંશોધન કર્યું છે. આ એક એવું બ્લ્યુટૂથ મોડ્યુલર છે જે ઘરમાં રહેલા છોડવામાં જરૂરિયાત મુજબ સમયાંતરે ઓટોમેટિક મોડમાં પાણી પહોંચાડશે.

વિદ્યાર્થીઓનું બ્લ્યુટૂથ મોડ્યુલર દિવાળીની રજાઓ માણવા બહાર ફરવા જતા પરિવારોની ચિંતા દૂર કરશે. દિવાળીની રજાઓમાં ફરવા જતા સમયે ઘરમાં રહેલા છોડવાને પાણી પીવડાવવા માટે હવે ઘરની ચાવી આસપાસમાં આપીને જવાની જરૂર રહેશે નહીં. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું બ્લ્યુટૂથ મોડ્યુલર ઘરમાં રહેલા છોડવાને સમયાંતરે જરૂરિયાત મુજબનું પાણી પહોંચાડશે. અનેક લોકો મસમોટા ખર્ચ કરી ઘરમાં અનેક છોડવા વસાવતા હોય છે, જેમની હવે ચિંતા દૂર થશે.

પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સંસોધન કરેલ બ્લ્યુટૂથ મોડ્યુલર દ્વારા મોબાઈલથી ટાઈમર સેટ કરવામાં આવે છે. ડીવાઈસમાં કન્ટ્રોલર અને રિલે મોડ્યુલર ઇન્સ્ટોલ કરવાના આવ્યું છે. જેમાં દિવસમાં બે કે ત્રણવાર જરૂર હોય એ મુજબ સેકન્ડ સેટ કરી છોડવામાં પાણી પીવડાવી શકાય છે.

માત્ર 5 વોલ્ટ પાવરની મદદથી બ્લ્યુટૂથ મોડ્યુલર કામ કરે છે. પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબનાં અધ્યાપકના દાવા મુજબ ખેતરમાં કરાતી સિંચાઈ માટે પણ આ સંશોધન મદદરૂપ સાબિત થઈ શકે છે. બ્લ્યુટૂથ મોડ્યુલર ખેડૂતોને પણ ચિંતામુક્ત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news