અમદાવાદની એકમાત્ર તમિલ સ્કૂલના તાળા મારી દેવાતા વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યાં

અમદાવાદની એકમાત્ર તમિલ સ્કૂલના તાળા મારી દેવાતા વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યાં
  • મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલી એકમાત્ર તામિલ સ્કુલ ટ્રસ્ટીઓએ અચાનક બંધ કરી દેવાતા 31 વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા
  • સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થીઓ DEO કચેરી ઓફિસની બહાર બેઠા, ન્યાયની કરી માગ હતી

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના ખોખરામાં આવેલી તામિલ સ્કૂલને તાળા મારી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલી એકમાત્ર તામિલ સ્કુલ ટ્રસ્ટીઓએ અચાનક બંધ કરી દેતા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વાલીઓને કોઈ જાણકારી આપ્યા વગર જ ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના ખોખરામાં આવેલી તામિલ સ્કૂલને તાળા મારી દેવાતા વાલીમાં નારાજગી જોવા મળી છે. મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલી એકમાત્ર તામિલ સ્કુલ ટ્રસ્ટીઓએ અચાનક બંધ કરી દેવાતા 31 વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે. ત્યારે આજે વાલીઓ વિદ્યાર્થીઓ સાથે રજુઆત માટે DEO કચેરી પહોંચ્યા હતા. 

આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ

સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થીઓ DEO કચેરી ઓફિસની બહાર બેઠા, ન્યાયની કરી માગ હતી. અમદાવાદની એકમાત્ર તામિલ સ્કૂલના વિદ્યાર્થીઓને હજુ સુધી અન્ય કોઈ શાળામાં પ્રવેશ અપાયો નથી. વાલીઓને જાણ કર્યા વગર જ ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી દીધી હતી. અમદાવાદમાં આવેલી એકમાત્ર તામિલ ભાષાની શાળા બંધ કરતા પહેલા અન્ય શાળામાં બાળકોને પ્રવેશ આપવા DEO કચેરીએ સંચાલકને સૂચના આપી હતી.  DEO કચેરી તરફથી તમામ વિદ્યાર્થીઓને અન્ય માધ્યમમાં પ્રવેશ આપ્યા બાદ શાળા બંધ કરવા આદેશ કરાયો હતો. છતા ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી અને કોઈ બાળકને અન્ય શાળામાં પ્રવેશ ના અપાવ્યો. 

અમદાવાદની એકમાત્ર તામિલ સ્કૂલના ધોરણ 9 થી 12માં માત્ર 31 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા અચાનક બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ થયું છે. અમદાવાદની એકમાત્ર તામિલ સ્કૂલ ચાલુ રાખવા વાલીઓએ માંગ કરી છે. 

DEO કચેરી તરફથી કહેવાયું હતું કે, અમદાવાદમાં આવેલી એકમાત્ર તામિલ ભાષાની શાળા બંધ કરવા શરતી મંજૂરી આપવામાં આવી હતી. DEO કચેરી તરફથી તમામ વિદ્યાર્થીઓને અન્ય માધ્યમમાં પ્રવેશ આપ્યા બાદ શાળા બંધ કરવા આદેશ કરાયો હતો. ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી અને કોઈ બાળકને અન્ય શાળામાં પ્રવેશ ફાળવ્યો નથી. એકમાત્ર તામિલ સ્કૂલના ધોરણ 9 થી 12માં માત્ર 31 જ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ, તમામને અન્ય શાળામાં ખસેડવા માટે ટ્રસ્ટીઓને કહ્યું હતું.

તો બીજી તરફ, વાલીઓએ કહ્યું કે, કોઈ જાણકારી કે વાતચીત વગર જ શાળા દ્વારા એકાએક ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે. શાળાના ટ્રસ્ટીઓએ આજે વાલીઓને શાળા પર બેઠક માટે બોલાવ્યા હતા, કોઈ ટ્રસ્ટી આવ્યા ન હતા. આમ, અમદાવાદની એકમાત્ર તામિલ સ્કૂલ ચાલુ રાખવા વાલીઓએ માગ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news