ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર થઈ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 31 જુલાઈના રોજ જાહેર થશે. સવારે 8 કલાકે પરિણામ (result) ઓનલાઇન જાહેર કરાશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 31 જુલાઈના રોજ જાહેર થશે. સવારે 8 કલાકે પરિણામ (result) ઓનલાઇન જાહેર કરાશે.
કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ધો. 10 તથા ધો.12 બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર પરિણામ મૂકવામાં આવશે. આ બાદ દરેક સ્કૂલોએ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને તે મેળવવાનુ રહેશે. આ બાદ જ વિદ્યાર્થીઓને પરિણામ મળી શકશે.
ગુજરાત હાઇકોર્ટમાં મેટર હોવાના કારણે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હતો. અગાઉ જુલાઈ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાનુ હતું. પરંતુ ધોરણ 10 ના ગણિત વિષયના માર્ક 12 કોમર્સમા ગણવા અંગે હાઈકોર્ટમાં પિટીશન થઈ હતી. જેના બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હોવાથી પરિણામ અટક્યુ હતું. કોર્ટના ચુકાદા બાદ પરિણામ જાહેર થવાનું હતું.
#BREAKING : આવતી કાલે #Gujarat બોર્ડ ધોર્ણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર....#GujaratNews #ZEE24Kalak #BoardResult @imBhupendrasinh pic.twitter.com/zRdDsagHTZ
— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 202
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે