ગુજરાતમાં 57 ટકા વરસાદથી ખેડૂતોમાં ખુશી, વાવણીમાં થયો વધારો

ગુજરાતમાં કુલ વરસાદનો 57 ટકા વરસાદ આજદિન સુધી થયો છે જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં પાછળથી થઈ રહેલા સારા વરસાદના કારણે અને સિંચાઇ માટે ઉપલબ્ધ પાણી ન કારણે ખેડૂતોએ વાવણીમાં જોતરાયા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 91 ટકા વાવણી થઈ ચૂકી છે. મગફળી તલ સહિત તેલીબિયાં પાકમાં 100 ટકા કરતા વધુ વાવણી થઈ ચૂકી છે.
ગુજરાતમાં 57 ટકા વરસાદથી ખેડૂતોમાં ખુશી, વાવણીમાં થયો વધારો

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતમાં કુલ વરસાદનો 57 ટકા વરસાદ આજદિન સુધી થયો છે જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં પાછળથી થઈ રહેલા સારા વરસાદના કારણે અને સિંચાઇ માટે ઉપલબ્ધ પાણી ન કારણે ખેડૂતોએ વાવણીમાં જોતરાયા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 91 ટકા વાવણી થઈ ચૂકી છે. મગફળી તલ સહિત તેલીબિયાં પાકમાં 100 ટકા કરતા વધુ વાવણી થઈ ચૂકી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થતાં વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ 57.93 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે વાવણીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અત્યારસુધી કુલ 91.90 ટકા વાવણી થઈ ચૂકી છે. જેમાં વિશેષ તેલીબિયાં પાકોમાં 109 ટકા કરતા વધારે વાવણી થઈ ચૂકી છે. રાજ્યમાં મગફળીની વાવણી સાથે તલ અને સોયાબીનની વાવણી દોઢથી બે ઘણો વધારો થયો છે. વાવણીના આંકડાઓ પર નજર કરીએ તો...

વાવણીના આંકડા

  • ડાંગર 6.98 લાખ હેકટર 85 ટકા
  • મકાઈ 2.81 લાખ હેકટર 91 ટકા 
  • ધન્ય પાકો 11.90 લાખ હેકટર 87.99 ટકા 
  • તુવેર 2.17 લાખ હેકટર 88 ટકા 
  • મગ 87 હજાર હેકટર 93 ટકા
  • કઠોળ પાકો કુલ 4.08 લાખ હેકટર 86 ટકા વાવણી
  • મગફળી 20.50 લાખ હેકટર 133 ટકા
  • તલ 1.37 લાખ હેકટર 134 ટકા
  • સોયાબીન 1.48 લાખ હેકટર 121 ટકા 
  • તેલીબિયાં પાકો 26.18 લાખ હેકટર 109.46 ટકા
  • કપાસ 22.70 લાખ હેકટર 84.90 ટકા 
  • શાકભાજી 2.07 લાખ હેકટર 89.38 ટકા
  • કુલ વાવણી 78.02 લાખ હેકટ વિસ્તાર મા 91. 90 ટકા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news