શાંતાબા મેડિકલ કોલેજને મોતિયાના ઓપરેશનમાં બેદરકારી માટે પાંચ કરોડનો દંડ, પીડિતોને વળતર ચુકવવાનો આદેશ

અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રૂ. પાંચ કરોડનો દંડ ફટકારાયો. સાથે આંખની દ્રષ્ટિ ગુમાવનારને વળતર ચુકવવાનો આદેશ અપાયો છે. 

શાંતાબા મેડિકલ કોલેજને મોતિયાના ઓપરેશનમાં બેદરકારી માટે પાંચ કરોડનો દંડ, પીડિતોને વળતર ચુકવવાનો આદેશ

અમરેલીઃ અમરેલિમાં આવેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. આ ઘટનાની તપાસ માટે ઈન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ સરકારે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક  કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે. 

આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news