આફ્રિકા નોકરી કરવા ગયેલા એકના એક દીકરાનું મોત, વિધવા માતા દીકરાનો ચહેરો પણ નહિ જોઈ શકે
Study Abroad : કલોલના વિધવા માતાનો એકનો એક દીકરો ત્રણ મહિના પહેલાં જ વેસ્ટ આફ્રિકાના કોટોનોઉ શહેરમાં નોકરી માટે ગયો હતો... અચાનક બીમાર તેનું નિધન થયું.... માતા પાસે તેનો મૃતદેહ પરત લાવવાના પણ રૂપિયા નથી
Trending Photos
gujaratis in south africa : ગુજરાતીઓ માટે વિદેશમાં જવુ એટલે કપરા ચઢાણ બન્યું છે. કેટલાક દેશોમાં ગુજરાતીઓ માટે ખતરાથી ખાલી હોતુ નથી. છતાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગુજરાતીઓ આવા દેશ તરફ નીકળી પડે છે. વિદેશમાં નોકરી માટે મોકલતા માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એજન્ટની મદદથી આફ્રિકામાં મોકલેલા જુવાનજોધ દીકરાને ત્રણ જ મહિનામાં મોત આંબી ગયું. એટલુ જ નહિ, દીકરાના અંતિમ સંસ્કાર માટે વિધવા માતા પાસેથી 2200 ડોલરની માંગ કરવામાં આવી. આ કરુણ કિસ્સો સાંભળીને ભલભલા રડી પડશે.
વિદેશમાં જોખમ ખેડીને જવા માંગતા લોકોની ગાંધીનગરના કલોલમાં લાઈનો લાગી છે. તેથી જ કલોલમાં એજન્ટ નજર લગાવીને બેસ્યા હોય છે. કલોલમાંર હેતો 32 વર્ષીય યુવક કશ્યપ શુક્લને વિદેશમાં જવાનો અભરખો જાગ્યો હતો. આ માટે તે થાઈલેન્ડના એક એજન્ટ મનીષ સોનીના સંપર્કમાં આવ્યો હતો. એજન્ટે તેને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી હતી. જેથી તે રૂપિયા ખર્ચીને થાઈલેન્ડ ગયો હતો. થોડો સમય થાઈલેન્ડમાં હોટલમાં નોકરી કરીને પાછો કલોલ આવી ગયો હતો. આ બાદ એજન્ટે તેને આફ્રિકામાં નોકરીની લાલચ આપી હતી.
એજન્ટે તેને આફ્રિકાના કોટોનોઉ શહેરમાં પોતાની કંપનીમાં નોકરીની લાલચ આપી હતી, જેથી કશ્યપ આફ્રિકા જવા તૈયાર થયો હતો. આ દેશ આર્થિક રીતે પછાત હોવાથી પરિવારે તેને ન જવા સમજાવ્યું હતું, પરંતુ તે માન્યો ન હતો. જુન 2023 માં કશ્યપ આફ્રિકા ગયો હતો. પરંતું આ દેશમાં પહોંચતા જ કશ્યપની તબિયત લથડી હતી. એક જ મહિનામાં તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેથી તેણે ભારત પરત આવવા જીદ કરી હતી. પરંતુ રૂપિયા ન હોવાથી તે આવી ન શક્યો. આ બાજુ તેના સંબંધીઓએ તેને મદદ કરી હતી. જેથી માંડ તેની ટિકિટની વ્યવસ્થા થઈ હતી. તે 1 ઓગસ્ટે લથડેલી તબિયત સાથે એરપોર્ટ તો પહોંચ્યો, પરંતું તેની તબિયત સારી ન હોવાનું એરપોર્ટ ઓથોરિટીને ધ્યાને આવતા તેને ઇન્ડિયા આવવા દીધો ન હતો અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આમ છતાં ત્યાં તેની સારવારનો ખર્ચ વારંવાર માતા પાસે માગવામાં આવતો હતો. પરંતુ માતા પાસે પૈસા ન હતા. જ્યાં બેથી ત્રણ દિવસના સારવાર દરમિયાન કશ્યપનું મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે મોત થયું હતું. એકના એક દીકરાના મોતથી માતા પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. વિધવા માતા માટે આ સમાચાર વજ્રઘાત જેવા બની રહ્યાં. પરંતું તેમના માટે આ કરતા પણ મોટું સંકટ આવ્યું. કારણ કે, વિધવા માતા પાસે દીકરાનો મૃતદેહ લાવવાના પણ રૂપિયા નથી.
આ વાતની જાણ થતા જ તેનો એજન્ટ કોટોનોઉ પહોંચ્યો હતો. જ્યાં તેણે ઓનરરી કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ગોબિંદ મંગલાણીનો સંપર્ક કર્યો હતો અને અંતિમ ક્રિયા માટે તપાસ શરૂ કરી હતી. કશ્યપને ઇન્ડિયન કોમ્યુનિટીએ લોકોએ 5.28 લાખ સીફાની મદદ કરી હોવાનુ જણાવ્યુ હતું. પરંતું ત્યાં અંતિમ વિધિ માટે તેના કરતા પણ વધુ ખર્ચ થાય છે. તેથી એક વિધવા માતા પોતાના દીકરાનો ચહેરો પણ છેલ્લીવાર નહિ જોઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે