આ તસવીર છે ગુજરાતના શિક્ષણતંત્ર પર તમાચો, વિગતો જાણવા કરો ક્લિક
આ મામલે અનેકવાર શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરીને કંટાળેલા વાલીઓ આજે કલેક્ટર કચેરી આગળ માસૂમ બાળકોને લઈને ધરણા ઉપર બેઠા છે.
Trending Photos
અલકેશ રાવ, બનાસકાંઠા : સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની સ્તર સુધારવા માટે કરોડોનો ખર્ચ કરીને ઉત્તમ પ્રકારની સગવડો આપવાના મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની ખાટી સિતરા પ્રાથમિક શાળાના બાળકો પોતાના વાલીઓ સાથે સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણા ઉપર બેઠા છે.
અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહાડોની વચ્ચે આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 171 જેટલા બાળકો અભ્યાસ આવે છે પરંતુ સ્કૂલમાં ફક્ત એક જ ઓરડો છે જેના કારણે બાળકો ચોમાસા, ઉનાળો કે કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. સ્કૂલમાં ફક્ત 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે ત્યારે તમામ ધોરણના બાળકોને સાથે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ સિવાય સરકારી દૂધ સંજીવની યોજનાનો પણ આ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળતો નથી.
આ મામલે અનેકવાર શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરીને કંટાળેલા વાલીઓ આજે કલેક્ટર કચેરી આગળ માસૂમ બાળકોને લઈને ધરણા ઉપર બેઠા છે. હાલમાં બાળકો જાતે જ શિક્ષક વગર અભ્યાસ કરી રહ્યા છે અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગ નહિ સ્વીકારાય તે અહીં જ બેસશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે