વિદેશ જઈ ડોલર કમાવવાના અરમાનો થઈ ચુકે છે ચકનાચૂર; ગુજરાતમાં અહીં બહાર આવ્યું સૌથી મોટું રેકેટ
દમણના મૃત્યુ પામેલા લોકોના નામના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો વલસાડની પોલીસે પર્દાફાશ કરીને મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
Trending Photos
નિલેશ જોશી/વાપી: યુવાનોને વિદેશ જઈ ડોલર કમાવાના અરમાનો સેવી અનેક લોકો ઘણીવાર લાલચમાં ગેરકાયદેસર ખોટા નામ ધારણ કરીને કે બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જતા હોય છે. વલસાડ જિલ્લામાં બોગસ ઓળખ કાર્ડ અને દસ્તાવેજો ના આધારે પાસપોર્ટ બનાવવાનો રેકેટ બહાર છે. પોલીસે રેકેટ ચલાવતા એક માસ્ટરમાઈન્ડ આરોપીની અટકાયત કરી છે. આરોપી પાસેથી 10 થી વધુ બોગસ દસ્તાવેજોને આધારે બનાવેલા પાસપોર્ટ કબ્જે કર્યા છે અને આરોપીએ અત્યાર સુધી અનેક લોકોના બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
વલસાડ પોલીસના જાપ્તામાં ઊભેલો આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ સોહેલ શેખ. જેને એક એવો ગંભીર ગુનો કર્યો છે કે જેને જાણીને આપ પણ ચોકી જશો. વલસાડ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના મોહમંદ સોહેલની અટકાયત કરી છે. મોહમદ સોહિલના પિતાનું અસલી નામ સરફુદ્દીન શેખ છે. પરંતુ તેની પાસે મળી આવેલ પાસપોર્ટમાં મોહમંદ શેખના પિતાનું નામ ઇમરાન શેખ હોવાનો ખુલાસો થયો છે. આમ આરોપી પાસે 2 પાસપોર્ટ મળી આવેલા છે. આરોપીના ઘરે રેડ દરમિયાન પોલીસ ને ભારત ગણરાજ્યનો પાસપોર્ટ તથા જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ જે પોતાના આર્થિક ફાયદા સારૂ વિદેશ જવા માટે પોતાની ખોટી વિગતો જણાવી હતી.
પકડાયેલ આરોપી મોહમદ સોહિલ S/Oસરફુદ્દીન શેખનો "સોહીલ ઇમરાન શેખ” નામથી ખોટો બનાવટી પાસપોર્ટ સને.૨૦૨૧ માં બનાવ્યો હતો. જેના માટે ગ્રામપંચાયત જુજવા નું જન્મ પ્રમાણપત્ર ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી નકલી પાસપોર્ટ મેળવ્યો હતો. વલસાડ પોલીસ ની તપાસ માં નકલી દસ્તાવેજોને આધારે નકલી પાસપોર્ટ મેળવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. હાલે વલસાડ પોલીસે આ પાસપોર્ટ કૌભાંડના મુખ્ય માસ્ટર માઈન્ડ એવા સાકીબ મકશુદભાઇ કનીયાતની પણ ધરપકડ કરી છે. તો નકલી પાસપોર્ટ મેળવનાર સોહેલ શેખ, આશીયા બાનું સોહેલ શેખ તેમજ બુરહાન ટેલર એમ કુલ 4 લોકો ની ધરપકડ કરી લીધી છે.
પહેલા સોહેલ શેખ અને ત્યારબાદ આ ગુન્હા નો માસ્ટર માઈન્ડ એવા સાકીબ કાનિયત ની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા પોર્ટુગીઝ ના બોગસ પાસપોર્ટ બનાવના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 1962 પહેલા દમણ પોર્ટુગીસો નું શાસન હતું..પરંતુ દમણ ને આઝાદી આપતી વખતે દમણ ના લોકો માટે એક વિશેષ ભેટ આપી હતી . જેમાં આઝાદી બાદ દમણના લોકોને કોઈ પણ જાતની અડચણ વિના પોર્ટુગીસ ની પણ નાગરીકતા મળી શકશે.પણ શરત એ છે કે દમણ માં 1962 માં જન્મ થયો હોવો જોઈએ.
આથી દમણ ના વ્યક્તિ પોર્ટુગીસ અને ભારતીય એમ ડ્યુલ સિટીઝનશીપ મળી શકે છે. આથી બોગસ પાસપોર્ટ બનવનાર એજન્ટ ની નજર હંમેશા દમણ પર રહે છે. એક વાર જો પોર્ટુગીઝ પાસપોર્ટ મળી જાય તો યુરોપીય યુનિયનના કોઈ પણ દેશમાં નાગરિકતા મળવા માં વાર નથી લાગતી. એમાંય લંડન જવા માંગતા લોકો પોર્ટુગીઝ પાસપોર્ટ પહેલા મેળવતા હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ યુરોપમાં સ્થાઈ થવા માંગતા લોકોને સાકીબ નકલી દસ્તાવેજો બનાવી દમણ ના કોઈ ભળતા નામ વાળા વ્યક્તિ ના સંબંધી નો પાસપોર્ટ બનાવી આપતો હતો. મસમોટી રકમ લઇ આરોપી સાકીબ પોર્ટુગીઝ પાસપોર્ટ બનવાનું કૌભાંડ આચરતો હતો.
મહત્વપૂર્ણ છે કે યુનિયન ઓફ યુરોપીય સંઘ પોર્ટુગલ ના તમામ નાગરિકો યુરોપના 17 દેશોમાં સહેલાઇથી નાગરિકતા મેળવી શકે છે. આથી પોર્ટુગલના નાગરિકોને કોઈપણ જાતના અવરોધ વિના યુકેમાં રહેવાની પરમીશન મળી જાય છે. સંઘ પ્રદેશ દમણ અને દીવના 1962 પહેલા જન્મેલા નાગરિકોના વંશજો આજે પણ વાયા પોર્ટુગીઝ થઇ લંડનમાં સ્થાઈ થતા હોય છે.
ત્યારે નકલી દસ્તાવેજો બનાવી બોગસ એજન્ટો અનેકવાર આ પ્રકારના કૌભાંડ આચરી ચૂકયા છે. આથી સોહેલે પ્રથમ દમણ ત્યારબાદ તેના આધારે બોગસ પોર્ટુગીસ પાસપોર્ટ મેળવવાની ફિરાક માં હતો. જોકે સોહેલ જેવા અન્ય કેટલા લોકોના પાસપોર્ટ સાકીબ બનાવી ચુક્યો છે અને કેટલા લોકો નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવી યુરોપ પહુંચી ગયા છે? આવા અનેક સવાલો ના જવાબ મેળવા વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે