અંધેર નગરી ગંડુ રાજા : ગુજરાતના મોટા શહેરમાં એક વ્યક્તિના નામે બે-બે રાશનકાર્ડ, ક્યાં થાય છે અનાજની લ્હાણી...

વડોદરામાં સસ્તા અનાજનું વધુ એક કૌભાંડ..... એક જ વ્યક્તિના નામે બે રેશનકાર્ડ હોવાનો ખુલાસો.... બે રેશનકાર્ડથી અનાજ સગેવગે થતું હોવાની આશંકા....

અંધેર નગરી ગંડુ રાજા : ગુજરાતના મોટા શહેરમાં એક વ્યક્તિના નામે બે-બે રાશનકાર્ડ, ક્યાં થાય છે અનાજની લ્હાણી...

Vadodara Scam રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં અનાજ કૌભાંડમા ચાલતો મોટો ખેલ સામે આવ્યો છે. એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ નીકળ્યા છે. ત્યારે વડોદરામાં સસ્તા અનાજની દુકાનના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે બે બે રાશનકાર્ડ બનાવાયા છે. વડોદરામાં બે રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. સવાલ એ છે કે, ઝી 24 કલાક પાસે સ્ફોટક માહિતી આવી, તો પુરવઠા વિભાગના અધિકારી કેમ અજાણ? શું પુરવઠા વિભાગના અધિકારીઓ છે ભ્રષ્ટ? શું રાજ્ય સરકાર આ મામલે વિજિલન્સ તપાસ કરાવશે?

વડોદરામાં લક્ષ્મીબેન કૈલાશ ખત્રીમાં 10 કાર્ડધારકો, દક્ષાબેન જગદીશ દીક્ષિતની હંગામી દુકાનમાં 23 કાર્ડધારકોના બે બે રાશનકાર્ડ બન્યા છે. તૈલી બંસીલાલ ભગવાનલાલમાં 22 કાર્ડધારકો, જય હરસિધ્ધિમાં 20 કાર્ડધારકો, ભાભોર અનિલ ટિસાભાઈમાં 7 કાર્ડધારકોના બે બે રાશનકાર્ડ બન્યા છે. પુરવઠા વિભાગના ઝોનલ અધિકારીઓ આ રાશનકાર્ડ બનાવે છે. ઝોનલ અધિકારીઓના સંડોવણી વગર એક વ્યક્તિના બે-બે રાશનકાર્ડ બનવા શક્ય નથી. ત્યારે કરોડો રૂપિયાના બંગલામાં રહેતા લોકોના બે બે રાશનકાર્ડ બનાવી અનાજ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો : 

અટલાદરામાં આવેલી અનિલ ભાભોરની દુકાનમાં પણ ગેરરીતિ થઈ રહી છે. અનિલ ભાભોરની દુકાનમાં પણ ગ્રાહકોને કુપન આપવામાં નથી આવી રહી. જેમાં દુકાનમાં કામ કરતા તોલાટ એવી બહાનેબાજી કરે છે કે, પ્રિન્ટરનો વાયર ઊંદેડું કાપી નાખે છે એટલે કુપન નથી આપતાં. ગ્રાહકોના રાશનકાર્ડમાં ન ઉકેલાય તેવું લખાણ લખી નોંધ પાડવામાં આવે છે. તો અહીંયા પણ દુકાન માલિક અનિલ ભાભોર દુકાન પર હાજર ન જોવા મળ્યો. દુકાનમાં હાજર તોલાટ પણ ગ્રાહકોને છેતરે છે. ઝી 24 કલાકની ટીમ સામે ગ્રાહકોએ દુકાનના તોલાટ મુકેશની પોલ ખોલી. અહીં હંસાબેન નામના મહિલા ગ્રાહકે કહ્યું, સરકારે મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છતાં દુકાનદારે ઘઉં અને ચોખાના 40 રૂપિયા લીધા. દર મહિને દુકાનદાર અનાજના રૂપિયા લે છે. અન્ય એક મહિલા ગ્રાહકે કહ્યું, ખાંડ અને દાળના મારી પાસેથી 100 રૂપિયા લીધા. ઝી 24 કલાકની ટીમ આવતા મને દુકાનદારે 40 રૂપિયા પાછા અપાવ્યા. જેથી સ્પષ્ટ જોઈ શકાય છે કે, દુકાન માલિક દર મહિને અનાજના બદલામાં રૂપિયા લે છે. જ્યારે કે સરકાર તરફથી અનાજના કોઈ રૂપિયાની જાહેરાત નથી.

બંગલાવાળાના નામે બે રાશનકાર્ડ
વડોદરાના અનાજ કૌભાંડમાં બીજો મોટો ખુલાસો એ થયો કે, બંગલો ધરાવતા વેપારીના નામે બે રાશનકાર્ડ નીકળ્યા છે. અનિલ ભાભોરની સસ્તા અનાજની દુકાને બે રાશનકાર્ડનં કૌભાંડ નીકળ્યું છે. વેપારી સૂર્યકાંત અગ્રવાલ, જેઓ ક્યારેય સસ્તા અનાજની દુકાને ગયા જ નથી તેમ છતાં તેમના નામે બે રશનકાર્ડ બની ગયા છે. હયાત રાશનકાર્ડના બદલે બીજું એક ડુપ્લીકેટ રાશનકાર્ડ નીકળી ગયું છે. તેમના હયાત રેશન કાર્ડનો નંબર 119302007400258 છે. સસ્તા અનાજની દુકાનમાં ચાલતા બે રેશન કાર્ડમાં બોગસ રાશનકાર્ડનો નંબર 309302010976908 છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે વેપારી સુર્યકાંતભાઈ અગ્રવાલ આશ્ચર્યમાં મુકાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news