વરસાદમાં તંત્રની પોલ ખુલી, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ, ગામ લોકોને હાલાકી

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય માર્ગો વરસાદી પાણીના ધોવાણના કારણે તૂટી ગયા હોય તેમજ મોટા મોટા ખાડા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
 

વરસાદમાં તંત્રની પોલ ખુલી, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ, ગામ લોકોને હાલાકી

મુસ્તાક દલ/જામનગરઃ જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય પંથકના માર્ગોની હાલત બિસ્માર થઈ રહી છે. જામનગરના કાલાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં ડામર રોડમાં મોટા મોટા ગાબડાઓ જોવા મળી રહ્યા છે, તો ઘણી જગ્યાએ વરસાદના પાણીથી રસ્તાઓનું ધોવાણ થયું છે અને રસ્તાઓ તૂટી જવાના કારણે ગ્રામજનોને માર્ગો પરથી પસાર થતી વેળાએ વાહન ચલાવવા બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિ અને વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ સાથે સાથે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય માર્ગો વરસાદી પાણીના ધોવાણના કારણે તૂટી ગયા હોય તેમજ મોટા મોટા ખાડા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો વરસાદી પાણીના કારણે રસ્તા ઉપર રહેલા ડામરનું ધોવાણ થતાં ડામર રસ્તા પર બહાર આવી ગયો છે.

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 

આ ઉપરાંત નબળી કામગીરીના કારણે તેમજ રસ્તામાં થતા ભ્રષ્ટાચારથી પણ તંત્રની પોલ છતી થઇ છે. ગ્રામ્ય પંથકમાં બનાવવામાં આવતા માર્ગની કામગીરી સામે સવાલો ઊઠે છે, ત્યારે ગ્રામ્ય પંથકમાં કાલાવડ તાલુકાના રામપર રવેશિયા સહિતના ગામોમાં માર્ગોની હાલત ખુબ જ બિસ્માર બની છે. જેના કારણે મોટા મોટા ખાડામાં પાણી ભરાવાના કારણે ઘણી વખત વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો પણ ભય સતાવે છે. જેથી ગ્રામજનો માર્ગોને તાત્કાલિક રીપેર કરવાની માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news