મોંઘવારીનો ડબલ માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો


કોરોના વાયરસ મહામારીની અસર બાદ મોંઘવારી વધતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દેશમાં છેલ્લા 21 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. 

 મોંઘવારીનો ડબલ માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો

આશ્કા જાની/અમદાવાદઃ કોરોના વાયરસને કારણે દેશમાં લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો અમુક લોકોના પગારમાં પણ ઘટાડા થયા છે. બે મહિના સુધી ઘરે બેસ્યા બાદ અનલોક 1 શરૂ થતાં સરકારે લૉકડાઉનના નિયમોમાં વધુ ઢીલ આપી હતી. પરંતુ હજુ સુધી અનેક ક્ષેત્રોની ગાડી પાટા પર ચડી નથી. ત્યાં હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા 21 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો
દેશમાં છેલ્લા 21 દિવસમાં પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા કરતા વધારે અને ડીઝલના ભાવમાં 11 રૂપિયા જેટલો વધારો થયો છે. હવે તેની સીધી અસર ટ્રાન્સપોટ્રેશન પર પણ પડી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટ્રેશન પણ મોંઘુ થયું છે. હવે આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવ પણ વધી રહ્યાં છે. સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓ પર પણ મોટી અસર પડી છે. ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. 

જાણો અમદાવાદમાં શું છે શાકભાજીના ભાવ (પ્રતિ કિલો)

બટાટા     40
ડુંગળી      30
ટીંડોળા      60
ગુવાર      80
રીગણ       40
ચોળી      100
ટામેટા     60
મરચા      80
પરવળ       80
લીંબુ            60
કોથમીક     160
કારેલા       80
ફણસી       80
ફ્લાવર        80
કોબી       40

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news