રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ

જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલ માં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકાર ના ચાર્જ લેવા માં આવતો નથી.

રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ

ઝી બ્યુરો/રાજકોટ: જસદણના વિરનગર ગામે આવેલ શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના 30થી 32 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 9થી 10 જેટલા દર્દીઓને આંખમાં અંધાપાની અસર થતા આરોગ્ય વિભાગ દોડ્યું. જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956ની કાર્યરત છે, સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ 32 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં 9 જેટલા દર્દીઓ ને ઈન્ફેકશન લાગતા આંખના પડદામાં પર અસર થતા અંધાપો આવતા વધુ સરવાર માટે રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાંથી નવ દર્દીઓની હાલ નાજુક તબિયત હોવાની માહિતી મળી રહિ છે. 

એક દર્દીની તબિયત ગંભીર હોવાથી તેમને પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. સાથે જ આંખમાં ઇન્ફેક્શન લાગવાની ઘટનાથી ગાંધીનગર આરોગ્ય વિભાગ અને રાજકોટ આરોગ્ય વિભાવ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરીને હોસ્પિટલ ના ઓપરેશન થિયેટરને હાલ સિલ કરીને સેમ્પલ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

જસદણના વિરનગર ની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલની ઘટના મામલે ટ્રસ્ટીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલ દર્દીને આંખની થઈ અસર,દર્દીઓને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવે છે, રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં તપાસ કરી છે,આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઓપરેશન વિભાગ સિલ કરાયો છે, સોમવારે ઓપરેશન કરેલ30 થી 32 દર્દી માંથી 10 જેટલા દર્દીને અસર થઈ છે,જેથી આંખની અસર થયેલ દર્દીને જરૂર પડ્યે ટ્રસ્ટ તમામ મદદ પણ કરશે,જે બન્યું તેનાથી ટ્રસ્ટને પણ ઘણું દુઃખ થયું છે. 

શિવાનંદ મિશન આંખ ની હોસ્પિટલ ના ડોક્ટર સી.એલ.વર્મા સાથેની વાતચીત માં જણાવ્યુ હતુ કે,ગત 23 તારીખે 32 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા,જેમાં 32 દર્દીઓમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન ની અસર થઈ છે,જેમાં દર્દીઓને આંખમાં બળતરા થવી,આંખ લાલ થવી,તેમજ જાખું દેખાવ જેવી અસર થઈ છે,સાથે જ બનાવ બાબતે હોસ્પિટલ તરફથી સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરીમાં મોકલીને તપાસ શરૂ કરી છે, દર્દીઓને ચેપ કઈ રીતે લાગ્યો તે પ્રશ્ન છે પણ તપાસ શરૂ કરી છે અને વાતાવરણમાં પલ્ટો અને ભેજનું પ્રમાણ હોવાથી પણ ચેપ લાગ્યો હોસ્પિટલ ના ડોક્ટર નો દાવો છે,તેમજ ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટિમ દ્વારા પણ તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે,અને હોસ્પિટલ તરફથી પણ તપાસ શરૂ કરાઇ છે.

શિવાનંદ હોસ્પિટલમાં ગત 23 તારીખે 32 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા બાદ દર્દીઓ ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ દર્દીઓ ફરી આંખનો પાટો ખોલવા આવતા આંખમાં દેખાતું બંધ થઈ જવા સાથે અંધાપની અસર શરૂ થઈ હતી. તેમાં 9થી 10 દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા હતા, સાથે જ જ્યારે હાલ દર્દીઓને આંખમાં દેખાતું ન હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલ માંથી તમામ દર્દીઓને ફરીવાર શિવાનંદ હોસ્પિટલમાં સારવાર અર્થ લેવામાં આવ્યા છે અને તમામ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. શિવાનંદ મિશન હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવા માં આવ્યો છે. હોસ્પિટલમાંથી સેમ્પલો લઇ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે ત્યારે રિપોર્ટમાં શુ આવે છે તે જોવું રહ્યું પરંતુ દર્દીઓને કઈ રીતે અંધાપો તે આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ સામે આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news