ભાવનગરના રેસીડેન્ટ ડોકટરો છેલ્લા 6 દિવસથી હડતાળ પર, સરકાર માંગ ન સ્વીકારે તો...

ભાવનગર (Bhavnagar) સહિત ગુજરાતની છ મેડિકલ કોલેજના (Medical College) 1200 થી વધુ રેસીડેન્ટ અને બોન્ડેડ ડોકટરો (Resident And Bonded Doctor) પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ પર છે

ભાવનગરના રેસીડેન્ટ ડોકટરો છેલ્લા 6 દિવસથી હડતાળ પર, સરકાર માંગ ન સ્વીકારે તો...

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર (Bhavnagar) સહિત ગુજરાતની છ મેડિકલ કોલેજના (Medical College) 1200 થી વધુ રેસીડેન્ટ અને બોન્ડેડ ડોકટરો (Resident And Bonded Doctor) પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ પર છે. આજે હડતાળના (Strike) છઠ્ઠા દિવસે પણ ડોકટરો તેઓની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે. સરકાર (Government) તેઓની વાત સાંભળી યોગ્ય નિરાકરણ લાવે તેવી ડોકટરોની (Doctor) માંગ છે.

હડતાળ (Doctor) પર રહેલા ડોકટરોનું કહેવું છે કે, અમારી જે માંગો છે એ ખૂબ વ્યાજબી છે અને હક્ક માટેની અમારી લડત છે એ સરકારે (Government) સાંભળવી જોઈએ. અમારી જ્યારે જરૂર હતી ત્યારે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પરંતુ જેવી અમારી જરૂરિયાત ઓછી થઈ કે તરત સરકાર પોતાની વાતથી વિમુખ થઈ છે. સરકારે પોતે જાહેર કરેલા આદેશો અને પરિપત્ર મુજબ અમને ન્યાય મળવો જોઈએ.

અમે જાણીએ છીએ કે અમારી હડતાળથી દર્દીઓને ખૂબ તકલીફ પડી રહી છે પણ અમારી માંગ વ્યાજબી છે અને સરકાર ડોકટરો અને દર્દીઓને ધ્યાને રાખી ઝડપથી કોઈ નિરાકરણ લાવે એ ખૂબ જરૂરી છે. કોરોના મહામારી સમયે સારી કામગીરી માટે ડોકટરોને પ્રોત્સાહિત કરી સરકાર દ્વારા તેઓને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.

ત્યારે હડતાળ પર રહેલા ડોકટરો માંગ નહીં સ્વીકારાય તો પોતાને આપવામાં આવેલા કોરોના વોરિયર્સ તરીકેના પ્રમાણ પત્રો સરકારને પરત આપવા પણ તૈયાર થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news