અમદાવાદ એરપોર્ટ પર મૂકાઈ નવી સુવિધા, ટેક્સી-રીક્ષા શોધવા રોડ સુધી નહિ આવવુ પડે

હવે અમદાવાદ એરપોર્ટ પર ઉતરો તો અમદાવાદ ફરવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થઈ ગયો છે. રીક્ષા કે ટેક્સીની રાહ જોવાને બદલે અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવંગ માટે ભાડે લઈ પેસેન્જર શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવવી પરત જઈ શકે છે. અહી ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મળી રહેશે.
અમદાવાદ એરપોર્ટ પર મૂકાઈ નવી સુવિધા, ટેક્સી-રીક્ષા શોધવા રોડ સુધી નહિ આવવુ પડે

આશકા જાની/અમદાવાદ :હવે અમદાવાદ એરપોર્ટ પર ઉતરો તો અમદાવાદ ફરવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થઈ ગયો છે. રીક્ષા કે ટેક્સીની રાહ જોવાને બદલે અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવંગ માટે ભાડે લઈ પેસેન્જર શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવવી પરત જઈ શકે છે. અહી ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મળી રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ એક સુવિધા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. અહીં બહારથી પ્રવાસીઓ આવે છે ત્યારે કેબ અથવા ઓટો બુકીંગ કરાવીને જવું પડે છે. પરંતુ હવેથી અમદાવાદ એરપોર્ટ પર ‘રેન્ટ અ સેલ્ફ ડ્રાઈવ’ની સુવિધા આપવામાં આવશે. આ માટે એરપોર્ટના ટર્મિનલ અંદર જ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. ત્યાં રજિસ્ટ્રેશન કરાવીને ગાડીને ચાવી મેળવી શકશે. તમે રજિસ્ટર્ડ કરાવેલી ગાડીમાં GPS લગાવવામાં આવશે, જેના કારણે કોઈ છેતરપીંડી ન કરી શકે. સાથે જ ગાડીનો કોઈ દુરુપયોગ ન કરે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. 

સેલ્ફ ટેક્સી સર્વિલના સંચાલક વિવેક શાહે આ સુવિધા વિશે જણાવ્યું કે, અમદાવાદ આવતા બિઝનેસ પ્રોફેશનલ કે બહારથી આવતા પ્રવાસીઓ એક-બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. જેમાં મુસાફરો એરપોર્ટ પરથી કાર સેલ્ફ ડ્રાઈવિંગ માટે ભાડે લઈ શકશે. તેઓ અમદાવાદ શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવી શકે છે. જ્યાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ રાખવામાં આવ્યા છે. જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને સુવિધાનો લાભ પણ લઈ શકે. 

આ ગાડી માટે 8 કલાકનું ગાડીનું ભાડું 1400 રૂપિયા રખાયું છે. તો 2 હજાર સુધી પણ ખર્ચ થઈ શકે છે. અમદાવાદ રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓની અવર જવર થાય છે. ત્યારે પ્રવાસીઓ માટે એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news