બાપ રે! મોંઘવારીએ માર્યા; સીંગતેલનો રેકોર્ડબ્રેક ભાવ નોંધાયો, છેલ્લા 5 દિવસમાં 200નો વધારો
સિંગતેલમાં ફરી રૂ. 20નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: નોરતા-દિવાળીમાં સામાન્ય લોકોએ ભાવવધારો સહન કરવાની નોબત આવી છે. એટલે કે ખાદ્યતેલનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સિંગતેલમાં ફરી રૂ. 20નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે.
આવનારા દિવસોમાં હજુ પણ 50થી 70 રૂપિયા ભાવ વધે તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. સિંગતેલના ભાવ અગાઉ 3070-3120 હતા તે વધી 3090-3140 થયા છે. તહેવારો બાદ બજારો ખુલતા જ એકધારી તેજી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા મગફળીના પાકને નુકસાન જવાની ભીતીથી તેજી આવી છે.
બીજી બાજુ ભાવ વધારા પાછળ વેપારીઓ અને મિલરો ઊંઘતા ઝડપાયા છે. મગફળીની આવક સારા પ્રમાણમાં છે, પરંતુ સીંગતેલનો જથ્થો પૂરતો ન હોવાથી ભાવમાં વધારો થયો છે. મોટાભાગની મિલો અત્યારે બંધ છે જે નવરાત્રિ આસપાસ શરૂ થતી હોય છે. નવરાત્રિના સમયે ઓઇલ મીલો શરૂ થશે એટલે ભાવમાં તુરંત જ ઘટાડો આવશે.
સિંગેતલમાં ભાવમાં મંગળવારે રૂ.70 વધ્યા બાદ બુધવારે પણ રૂ.30નો વધારો થયો હતો. આમ બે દિવસમાં ડબ્બે રૂ.100 વધ્યા હતા. આ સાથે જ છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ચિંતા સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા અત્યારથી જ મગફળી-સિંગતેલમાં કાળાબજાર શરૂ થઈ ગયા છે. આ વખતે 22 લાખ ટન મગફળીનો પાક આવે તેવી સંભાવના છે. જો વરસાદ આવશે તો મગફળીનો પાક 3 લાખ ટન વધી શકે છે. બે દિવસ સિંગતેલના ભાવમાં સતત વધારો થતા અન્ય સાઈડ તેલમાં પણ ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, બુધવારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.1570, પામોલીન રૂ.1360, સરસવ રૂ.1680, સનફ્લાવર રૂ.1450, કોર્ન ઓઈલ રૂ.1480, વનસ્પતિ ઘી રૂ.1590, કોપરેલ રૂ.2300, દિવેલ રૂ.2120 બોલાયો હતો. હજુ પણ ભાવ વધવાની સંભાવના છે. હવે ગણેશોત્સવ, નોરતાની ખરીદી શરૂ થશે. તહેવારમાં તેલની જરૂરિયાત વધારે રહેશે.
ઉલ્લેખનીય છે કે. સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘટવાને કારણે સંગ્રહખોરી પણ વધી રહી છે. જાડી અને ઝીણી મગફળી બન્ને મળીને આવક 1600 ક્વિન્ટલ થઈ છે. મંગળવારની સરખામણીએ બુધવારે કપાસની આવક 1100 ક્વિન્ટલ વધી હતી, પરંતુ ભાવની સપાટી યથાવત્ રહી હતી. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ વરસાદ ખેંચાતા તેલ બજારનું ગણિત-ચિત્ર પલટી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે