પાર્ટી પ્લોટમાં કોન્ટ્રાક્ટ નહીં મળતા અસામાજિક તત્વોનો આંતક, પોલીસે આરોપીઓને પાડ્યા ઘૂંટણિયે

આ તમામ આરોપીઓ રાણીપ અને સાબરમતી વિસ્તારના જ રહેવાસી છે. જેમની પર આરોપ લાગ્યો છે મિત્રના કહેવાથી પાર્ટી પ્લોટ માં તોડફોડ કરવાનો પરંતુ પોલીસ થી લાંબો સમય સુધી બચી શક્યા નહિ અને આખરે સાબરમતી પોલીસે આ કેસમાં 11 આરોપીને ઝડપી પાડયા.

પાર્ટી પ્લોટમાં કોન્ટ્રાક્ટ નહીં મળતા અસામાજિક તત્વોનો આંતક, પોલીસે આરોપીઓને પાડ્યા ઘૂંટણિયે

મૌલિક ધામેચા/અમદાવાદ: અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પોલીસ પણ આવા તત્વો વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરી કાયદાનો સકંજો કસવા પ્રયત્નો કરી રહી છે. સાબરમતી વિસ્તારમાં તાજેતરમાં કોન્ટ્રાકટ નહિ મળવાની બાબતે અદાવત રાખી પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. જોકે પોલીસે સીસીટીવી આધારે 11 આરોપીઓની ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરી. 

ફોટો દેખાતા આ સીસીટીવી દ્રશ્યો એ બાબતની સાક્ષી કરી રહ્યા છે કે અમદાવાદ શહેર જાણે યુપી બિહાર બની ગયું હોય.  અને આ અસામાજિક તત્વોના આંતક ને જોયા બાદમાં પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઘૂંટણીએ બેઠેલા આ આરોપીઓને જુઓ , કેમકે શહેરમાં આતંક મચાવી દહેશત ફેલાવતી આ ટોળકીને કાયદાનો પાઠ ભણાવવા સખ્ત કાર્યવાહી કરી.પકડાયેલ  આરોપીઓના નામ કુલદીપ જોધા, પરવેજ કોરી , રીન્કુ રાજપુત , અલ્પેશ ઉર્ફે બબલુ ચૌહાણ , સાહિલ ઉર્ફે બંગાળી, સચિન દંતાણી અને ચિરાગ નિરબાના.

આ તમામ આરોપીઓ રાણીપ અને સાબરમતી વિસ્તારના જ રહેવાસી છે. જેમની પર આરોપ લાગ્યો છે મિત્રના કહેવાથી પાર્ટી પ્લોટ માં તોડફોડ કરવાનો પરંતુ પોલીસ થી લાંબો સમય સુધી બચી શક્યા નહિ અને આખરે સાબરમતી પોલીસે આ કેસમાં 11 આરોપીને ઝડપી પાડયા.

આ અંગે  સાબરમતી પોલીસ સ્ટેશન ના પીઆઇ એચ એન પટેલ નું કહેવું છે કે  પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કુલદીપ જોધાને પાર્ટી પ્લોટના માલિકે નવા વર્ષે એટલે કે 2023 થી પાર્ટી પ્લોટમાં કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પાર્ટી પ્લોટના માલિકે અગાઉના કોન્ટ્રાક્ટર સાથે સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો હોવાથી આરોપી કુલદીપને કોન્ટ્રાક્ટ ન મળ્યો અને તેનું બદલો લેવા માટે કુલદીપ એ તેના મિત્રો સાથે હથિયારો લઈને પાર્ટી પ્લોટમા તોડફોડ કરવાનું શરૂ કરી દીધું.

જોકે પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે તપાસ કરતા તમામ આરોપીઓને ઝડપી પાડયા. એટલું જ નહિ  તપાસ દરમ્યાન પકડાયેલા આરોપીઓમાં કેટલાકતો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે. જોકે સાબરમતી પોલીસે તાત્કાલિક રાયોટીંગની કલમો અંતર્ગત ગુનો નોંધી કુલ 11 આરોપીઓની ધરપકડ લીધી. જેમાં ત્રણ આરોપીઓ કાયદાના સહર્ષમાં હોવાનું સામે આવ્યુ. ત્યારે અમદાવાદમાં બનતી આ ઘટનાઓને જોતા એ વાત ચોક્કસ કહી શકાય કે અસામાજિક તત્વોનો આંતક પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યો છે.અને બાળકોને પણ ગુનાખોરી તરફ ઘકેલવા આવા અસામાજિક તત્વો પ્રયત્નો કરી રહ્યા છે જે સમાજ માટે લાલબત્તી સમાન  છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news