કોડિનારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા પર મૂકાયો આરોપ

કોડીનાર પંથકમાં સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો

કોડિનારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા પર મૂકાયો આરોપ

હેમલ ભટ્ટ/સોમનાથ :ગુજરાતમાં હવે મહિલા સલામતી પર સવાલો ઉઠી રહ્યાં છે. આવામા કોડિનારથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. કોડિનારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયુ છે. તો કોડિનારના સ્થાનિક રાજકીય આગેવાન પર આરોપ મૂકાયો છે. પીડિતાની દાદીએ કોડિનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોડિનારના પ્રવીણ ઝાલા નામના શખ્સ સહિત પીડિતાની નાની અને મામા સહિત ચાર સખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બનાવની સાચી હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ પણ વાંચો : તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવતી સરકાર પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તી નથી 

કોડીનાર પંથકમાં સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડિનારમાં રહે છે. સગીરાના મામાએ તેને ફાર્મ હાઉસ પર કામ કરવા મોકલી હતી. જ્યાં પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર સગીરાના મામા પ્રવીણ ઝાલાને ત્યા ડ્રાઈવરનું કામ કરતો હતો. હાલ પોલીસે પ્રવીણ ઝાલા અને સગીરાના મામા, નાની અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો છે. 

આ પણ વાંચો : ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર

ડભોઈમાં પણ સગીરા સાથે દુષ્કર્મ
ડભોઈ તાલુકાની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ગામના જ એક યુવકે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને માતા બનાવી છે. ઓછું ભણેલી સગીરાનો યુવકે ફાયદો ઉઠાવ્યો હતો. ત્યારે સગીરાની માતાએ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ ડભોઇ પોલીસે સમગ્ર મામલો દબાવી સમાધાન કરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news