દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા

Khirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, પીડિતાએ મીડિયા સામે આવીને ગંભીર આક્ષેપો કર્યા 

દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા

Rajkot News રાજકોટ : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટલીલાના કિસ્સા વધી રહ્યાં છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હાલ સંચાલક મયુર કાંસોદરીયાને પોલીસે ઝડપી લીધો છે, અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી છે. 
 
ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધરમસ્વરૂપદાસ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. પીડિતાને facebookના માધ્યમથી સ્વામીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડશીપ કરી હતી. ગુરુકુળ ખાતે તેને મળવા બોલાવી બળજબરી કરી હતી. ગુરુકુળના ગેસ્ટ રૂમમાં પીડિતા સાથે લગ્ન પણ કર્યા હોવાનું પીડિતાએ જણાવ્યું. 

પીડિતાએ મીડિયાને જણાવ્યુ કે, લગ્ન કર્યા બાદ સ્વામીએ હવે હું તારો પતિ કહેવા આવું તેમ કહી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. શારીરિક સંબંધ બાંધતા હું ગર્ભવતી થઈ હતી. ગર્ભવતી થતા સ્વામી દ્વારા ગર્ભપાતની ગોળી મોકલાવી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ રાજકોટ રૂરલ પોલીસ પર પીડિતાએ આક્ષેપ લગાવ્યા કે, મને શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે. એટલા માટે મેં રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ આગળ કહ્યું કે, મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા. નારાયણ સ્વામીને પણ અમારા સંબંધો વિશે ખ્યાલ હતો. સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે મને ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાને દસ દિવસથી વધુ નો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં એક પણ આરોપી પોલીસ ઝડપી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓન વિવાદ હવે વકરી રહ્યો છે. આવા સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભગવત પ્રસાદ સ્વામીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરી પહોચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓ વિરોધમાં હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news