‘મને છોડી દો’ ડરી ગયેલી દીકરી ઊંઘમાં બૂમો પાડતી, હકીકત જાણીને માતાપિતાના પગ તળેથી જમીન સરકી

Child Rape Case : આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનોને એકલા ઘરે મૂકીને કામ પર જતા રહે છે

‘મને છોડી દો’ ડરી ગયેલી દીકરી ઊંઘમાં બૂમો પાડતી, હકીકત જાણીને માતાપિતાના પગ તળેથી જમીન સરકી

Gandhinagar News : આજના સમયમાં મોંઘવારી એટલી આસમાને ગઈ છે કે, ઘર ચલાવવા માટે પતિ-પત્ની બંનેને કામ કરવુ પડે છે. તેમાં પણ ગરીબ પરિવાર હોય એટલે કામ કર્યા વગર કોઈ છૂટકો નથી. આવામાં માતાપિતા પોતાના બાળકોને ઘરે એકલા મૂકીને કામ પર જવા મજબૂર બને છે. અથવા તેમને પાડોશી કે કોઈ સંબંધીના ઘરે છોડે છે. હવે તમારું બાળક પારકાના હાથમાં સલામત નથી. બાળકીઓ હવે યૌન ઉત્પીડનનો ભોગ બની રહી છે. આવો જ એક કિસ્સો ગાઁધીનગરના ડભોડામાં બન્યો છે. જ્યાં 58 વર્ષીય પાડોશીએ ગરીબ શ્રમજીવી પરિવારની બાળકી પર દાનત બગાડી હતી, અને તેને રોજ પીંખતો હતો. એક મહિના સુધી ચાલેલા સિલસિલાનો આખરે ભાંડો ફૂટ્યો હતો. 

બન્યું એમ હતું કે, ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની દીકરી રોજ રાતે ઊંઘમા મને છોડી દો એવી બૂમો પાડતી હતી. આ બાદ તે રડતા રડતા બેભાન થઈ જતી હતી. આખરે માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જેથી તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનું ખૂલ્યુ હતું. 

માતાએ બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પાડોશી આધેડ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. આ બાદ માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતા ગાંધીનગર પોલીસે લંબુબાપા ઉર્ફે ભીખો કાળુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દંપતી મજૂરીએ જાય ત્યારે 8 વર્ષની બાળકી અને નાના દીકરીને ઘરે મૂકી જતા.  બાળકોને સાચવવા ઘરમાં કોઈ ન હતું, તેથી તેઓ બાળકોને એકલા જ મૂકી જતા હતા.  બાળકી ઘરે એકલી હોય ત્યારે પાડોશમાં રહેતો લંબુબાપા નામના આધેડ બાળકીને દૂધ લેવા માટે મોકલતો હતો. આ બાદ બાળકી દૂધ લઈને આવે એટલે તેને ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરીને ધાકધમકી આપતો હતો. એક મહિના સુધી આધેડ આ રીતે બાળકીને પીંખતો રહ્યો. ડરી ગયેલી બાળકી રોજ રાતે આવી બૂમો પાડતી હતી.  

આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનોને એકલા ઘરે મૂકીને કામ પર જતા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news