રાજપીપળાના ગે યુવરાજ ચૂંટણી રેસમાં સમલૈંગિક ઉમેદવારી કરી માગ
લોકસભાની ચૂંટણી જાહેર થતા પુરા દેશમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણીની રેસમાં સમલૈંગિકો ઉતરે અને તેઓ ઉમેદવારી કરે એવી હાકંલ રાજપીપળાના ગે યુવરાજ માનવેન્દ્રસિંહે કરી છે.
Trending Photos
જયેશ દોશી, રાજપીપળા: લોકસભાની ચૂંટણી જાહેર થતા પુરા દેશમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણીની રેસમાં સમલૈંગિકો ઉતરે અને તેઓ ઉમેદવારી કરે એવી હાકંલ રાજપીપળાના ગે યુવરાજ માનવેન્દ્રસિંહે કરી છે. અને કહ્યું કે, હું એક જાતે ગે હોવાથી મારે મારા મિત્રો ચુટણીમાં ફૂલ સપોર્ટ કરીશ. જે અમારા સમુદાયને સપોર્ટ કરે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશુંની વાત કરી છે.
રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહએ લોકસભામાં એક બે MP સમલૈંગિક હોવા જોઈએની ઈચ્છા વ્યક્ત કરી છે. કેમ કે એક સર્વે પ્રમાણે દેશમાં 5 ટકા સમલૈંગિકોની વસ્તી છે. એટલે ગુજરાતની વસ્તી જેટલી થઈ જાય તો ચૂંટણીઓમાં સમલૈંગિકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેઓ માને છે કે ભારતમાં હજુ પણ સમલૈંગિકો પ્રત્યે આભડછેડ છે. જેથી એક સાંસદ હશે તો સાંસદમાં તેમના પ્રશ્નો મૂકી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે