3 જિલ્લામાં 22 જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગની રાજકોટ પોલીસે કરી ધરપકડ


આ ટોળકીના ચાર શખ્સો રાત પડતાની સાથે જ પોતાના શિકારની શોધમાં નીકળી પડતા હતા. રાત્રીના સમયે જે પણ દુકાન, ફાર્મ હાઉસ, રહેણાંક મકાન નજરમાં આવે ત્યાં ચોરીને અંજામ આપતા હતા. 

3 જિલ્લામાં 22 જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગની રાજકોટ પોલીસે કરી ધરપકડ

રક્ષિત પંડ્યા/રાજકોટઃ તેઓ હતા રાતના રાજા અને પલભરમાં આપતા હતા ચોરીને અંજામ. માત્ર એક જ શહેર નહિ, એક જિલ્લો નહિ પરંતુ ત્રણ ત્રણ જિલ્લાઓમાં તરખાટ મચાવતા હતા. રાજકોટ પોલીસે એક એવી ટોળકીને ઝડપી પાડી છે જેને ત્રણ જિલ્લાઓમાં 22 જેટલી ચોરીઓને અંજામ આપ્યો છે.

પોલીસના ઝડપેલા આરોપીના નામ મોહસીનશા ઉર્ફે આસિફ રાઠોડ, જહાગીરશા રાઠોડ, સલીમ ઉર્ફે સમીર ઉર્ફે શાહરૂખ શામદાર અને મીતુલ પરમાર. આ ચોર ટોળકીએ ત્રણ ત્રણ જિલ્લાઓમાં આપ્યો છે ચોરીને અંજામ. આ ટોળકી રાજકોટ ખાતે આવેલા થોરાળાના રામનગર વિસ્તારમાં આવેલા તેના ઘરે હાજર હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યા હતા અને આ ટોળકીને ઝડપી પાડી 5 મોટરસાયકલ, ચાંદીની મૂર્તી, રોકડ રૂપિયા, સબમર્શિબલ પંપ તથા તાળા તોડવાના હથિયારો સહિત કુલ 1 લાખ 41 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે તેની વઘુ તપાસ હાથ ધરી છે.

આવતી કાલે અનલોક-1નો અંતિમ દિવસ, કેન્દ્ર સરકાર જાહેર કરાઈ અનલોક 2ની ગાઇડલાઇન

શું છે મોડસ ઓપરેન્ડી
આ ટોળકીના ચાર શખ્સો રાત પડતાની સાથે જ પોતાના શિકારની શોધમાં નીકળી પડતા હતા. રાત્રીના સમયે જે પણ દુકાન, ફાર્મ હાઉસ, રહેણાંક મકાન નજરમાં આવે ત્યાં ચોરીને અંજામ આપતા હતા. ત્રણ લોકો ચોરીને અંજામ આપતા હતા જ્યારે એક વ્યક્તિ બહાર પહેરેદારી પણ કરતા હતા. એટલુ જ નહિ જે સ્થળે ચોરી કરવા જતા હતા ત્યાં બહાર પડેલા મોટરસાયકલની પણ ચોરી કરતા હતા આ શખ્સોએ અત્યાર સુધીમાં મોરબ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કુલ 22 જેટલી ચોરીઓને અંજામ આપ્યો છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જ્યારે આ ટોળકીએ વધુ કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે માટે રિમાન્ડ લેવાની કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે પોલીસ તપાસમાં આ ટોળકી કેટલા ગુનાઓની કબૂલાત આપે છે તે જોવાનું રહ્યુ.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news