અહિંયા 5 રૂપિયામાં પ્રેમથી ખવડાવવામાં આવે છે ગાઠીયા...એ પણ ગરમા ગરમ! પૈસા ના હોય તો પણ કોઈને ના નહીં...
ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે વૃદ્ધોનું પોતાનું ઘર, અહિંયા 5 રૂપિયામાં પ્રેમથી ખવડાવવામાં આવે છે ગાઠીયા.., એ પણ ગરમા ગરમ.5 રૂપિયા ન હોય તો પણ કોઈ ને . ના ..નહીં...
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટનુ ગીતા ચેરીટબલ ટ્રસ્ટ વૃદ્ધ લોકોનો સહારો બન્યું છે. અહિંયા વૃદ્ધોને દર રવિવારે 5 રૂપિયામાં ગરમાગરમ ગાઠીયા ખવડાવવામાં આવે છે. એવુ નથી કે અહિંયા 5 રૂપિયા આપવા જરૂરી છે. તમે પૈસા નહીં આપો તો પણ અહિંયા ગાઠિયા ખાવા દેવામાં આવે છે.
અહિંયા લોકોને રાહત દરે જમાડવામાં પણ આવે છે. લોકો અહિંયા માત્ર 50 રૂપિયામાં અનલિમિટેડ જમી શકે છે. સાથે જ વૃદ્ધોને ઘરે બેઠી ફ્રીમાં ટિફિન પણ આપવામાં આવે છે. જે લોકો નિસહાય અને કામ કરી ન શકતા હોય તેવા વૃદ્ધોને ફ્રીમાં જમાડવામાં આવે છે. ગીતા ચેરિટબલ ટ્રસ્ટનો સ્ટાફ પણ લોકોને હોંશે હોંશે અને પ્રેમભાવથી ખવડાવે છે. અને અહિંયા આવતા વૃદ્ધો પણ ઘર સમજીને જ અહિંયા પ્રેમભાવથી જમે છે. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ મવડી ચોકડી પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં તેનું આ રસોડુ કાર્યરત છે. જ્યાં તમે આરામથી ગરમાગરમ ગાઠીયાની મજા માણી શકો છો.
જેમ જેમ વડીલોને ખબર પડવા લાગી તેમ તેમ તેઓ આવવા લાગ્યા. અહિંયા વડિલોને માતા-પિતા ગણીને જ સ્ટાફ તેમને પ્રેમ ભાવથી જમાડે છે. આ માવતરને ખરાબ ન લાગે તે માટે અહિંયા બધુ જ કરવામાં આવે છે. જેથી તેઓ આનંદ અને મોજથી ગાઠિયા ખાવા આવે. જ્યારે વડિલોને ગાઠિયા ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે પહેલા એટલા લોકોને ખબર ન હતી. પણ પછી ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બગીચાઓ અને મંદિરોમાં જઈને વૃદ્ધોને અહિંયા લાવવામાં આવતા પછી પેપરમાં પેમ્પલેટ નખાવામાં આવતા જેથી વધુમાં વધુ લોકોને ખબર પડે. આમ ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. હજુ પણ સંખ્યા વધારવાનું ગીતા ચેરિટેબલ ટ્રસ્ટનું લક્ષ્ય છે.
ગોવિંદભાઈ રાણપરિયાએ એમ પણ જણાવ્યું કે અમે શેરીએ ગલીએ જઈ જઈને જોયુ છે કે જ્યાં કોઈ નિસહાય વૃદ્ધ હોય તેને ટિફિન પહોંચાડવામાં આવે છે અને તેને એમ કહેવામાં આવે છે કે તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમને ફ્રીમાં ટિફિન અહિંયાથી તમારા ઘરે પહોંચાડવામાં આવશે. જો તમે પણ આ સહાયનો લાભ લેવા માંગતા હોય અથવા તો તમારા ધ્યાનમાં કોઈ એવા વૃદ્ધ હોય છે નિસહાય તો તમે 7777909142 નંબર કોલ કરીને જાણ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે