રાજકોટ મનપાના વિપક્ષ નેતાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા

મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના નામથી એકાઉન્ટ બનાવી તેમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. 
 

રાજકોટ મનપાના વિપક્ષ નેતાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા

રાજકોટઃ મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. એકાઉન્ટમાં તેમનું નામ લખી વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. વિદેશી યુવતીઓના ફોટો અપલોડ કરી તેના સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વશરામ ભાઈએ કહ્યું કે, ચૂંટણી સમયે આ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે એકાઉન્ટમાંથી જૂનો ડેટા દૂર કરવામાં આવ્યો છે. તેમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે હું પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો છું. 

જરૂર પડશે તો ફરિયાદ નોંધાવિશ
આ અંગે વાત કરતા વશરામ સાગઠિયાએ કહ્યું કે, આ એકાઉન્ટ મારૂ નથી. મારા નામે આ પ્રકારે કોઇ ફોટા અપલોડ કરીને વાયરલ કરી રહ્યું છે. હું આ મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો છું અને જરૂર પડશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news