સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસીસથી 9 મોત, બેડ વધારવા તંત્રની કવાયત
કોરોના મહામારી બાદ મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસમાં વધારો થયો છે અને આ રોગ પણ કાતિલ બન્યો છે આ રોગથી રાજકોટ 3, જામનગરમાં 5 અને સુરેન્દ્રનગરના 1 મળી કુલ સૌરાષ્ટ્રના 9 દર્દીઓના મોત થયા છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : કોરોના મહામારી બાદ મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસમાં વધારો થયો છે અને આ રોગ પણ કાતિલ બન્યો છે આ રોગથી રાજકોટ 3, જામનગરમાં 5 અને સુરેન્દ્રનગરના 1 મળી કુલ સૌરાષ્ટ્રના 9 દર્દીઓના મોત થયા છે.
રાજકોટ સિવિલ (Rajkot Civil) માં 225 જેટલા દર્દીઓની સારવાર આપી રહી છે. અને કેસ વધતા સિવિલમાં 200 જેટલા બેડ વધારવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ (Rajkot) માં આ રોગથી 3 દર્દીઓના મોત નિપજયા છે આ રોગ વધારે કાતિલ ન બને તે માટે રાજકોટની ખાનગી હોસ્પિટલના 22 તબિબો અને રાજકોટ સિવિલના ત્રણ સ્પેશ્યાલીસ્ટ ઈ.એન.ટી સર્જન દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવશે.
સુરેન્દ્રનગર (Surendranagar) ના એક દર્દીની સારવાર અમદાવાદ (Ahmedabad) ખાતે ચાલી રહી હતી. જે દરમ્યાન દર્દીનું મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અનેક દર્દીની સારવાર અમદાવાદમાં ચાલી રહી છે અને નવા દર્દીઓ પણ સામે આવી રહ્યા છે.
જામનગર (Jamnagar) માં કોરોનાની સાથે મ્યુકરમાઈકોસીસે પણ કાળોકેર વર્તાવ્યો છે. મળતી માહિતી મુજબ આ રોગનો ભોગ બનેલા પાંચેક દર્દીઓના સારવારમાં મૃત્યુ નિપજયા હોવાનું જાણવા મળે છે. જો કે તેનુ કારણ કોવિડ હોવાનું જણાવાઈ રહ્યું છે. લગભગ છેલ્લા સવા વર્ષથી કોરોના એ સડિંગો જમાવી રાખ્યો છે. અનેક દર્દીઓ કોરોનામાં જીવ ગુમાવી રહ્યા છે અને દરરોજ અસંખ્ય લોકો આ વાઈરસનો ભોગ બની રહ્યા છે. ત્યાં જ બ્લેક ફંગલ એટલે કે મ્યુકર માઈકોંગ્રેસીસ એ હવે તંત્રને ચિંતામાં મુકયુ છે.
રાજકોટ (Rajkot) માં સૌથી વધુ મ્યુકર માઇકોસિસ (Mucormycosis) નાં રોગ આવવા પાછળનું કારણ છે કે, સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય અથવા નાના શહેરોમાં સારવારની પૂરતી સુવિધા ન હોવાથી રાજકોટમાં સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોની અંદર દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. રાજકોટ (Rajkot) માં અંદાજીત 450 થી 500 દર્દીઓ મ્યુકર માઇકોસિસનાં રોગનાં દર્દીઓ સારવાર હેઠળ છે.
ઇન્ડીયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, આ દર્દીઓને સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવામાં આવતા હોવાથી સુગરનું પ્રમાણ વધે છે તેને કારણે આ રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. 200 દર્દીઓનાં ઓપરેશન થઇ ચુક્યા છે. જ્યારે 200 થી 300 દર્દીઓ સારવાર હેઠળ અને સર્જરીનાં વેઇટીંગ હેઠળ છે.
રાજકોટ (Rajkot) માં મ્યુકર માઇકોસિસની સારવાર માટે તબીબોની ટીમ છે અને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસ માટે સર્જનો અને વોર્ડની સગવડ પણ કરવામાં આવી છે. ઇન્જેક્શનની અછત પાછળનું કારણ છે કે, સપ્લાય સામે દર્દીઓની વધી ગયા છે. જ્યારે એક દર્દીને દિવસમાં 4 થી 6 આપવાનાં રહેતા હોય છે. સાદા ઇન્જેક્શન સસ્તા હોય છે પરંતુ કિડની પર આડઅસર કરે છે.
જ્યારે સ્પેશ્યલ ઇન્જેક્શન લાઇફોલાઇસ એમ્ફોટેરીસીન બીની અછત વધુ જોવા મળી રહી છે. સ્પેશ્યલ ઇન્જેક્શન દરરોજ 6 હજાર થી લઇને 12 થી 15 હજાર સુધીનાં થતા હોય છે. જ્યારે સારવાર પાછળનો ખર્ચ 8 થી 12 લાખ સુધીનો થતો હોય છે.
મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યા વધતા અને મોત પણ થવા લાગતા આરોગ્ય તંત્ર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને દરેક જિલ્લામાં મ્યુકર માઈકોસિરના દર્દીઓની સારવાર માટે અલગથી વોર્ડ શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને 24 કલાક સારવાર તેમજ ઓપરેશન થઈ શકે તેના માટેની તૈયાત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે